News of Friday, 20th February 2026
ભાવનગરમાં શિવાજી જન્મોત્સવ નિમિત્તે હિન્દુ યુવા સંગઠન દ્વારા ભવ્ય બાઇક રેલી યોજાઈ

ભાવનગરઃ શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુ યુવા સંગઠન, ભાવનગર દ્વારા એક ભવ્ય બાઇક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક યાત્રાનો પ્રારંભ ગુરુવારે સાંજે ૪:૩૦ કલાકે નિલમબાગ સર્કલ ખાતેથી કરવામાં આવ્યો હતો. યાત્રા દરમિયાન જય ભવાની, જય શિવાજી ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. યાત્રા શહેરના મુખ્ય માર્ગો નિલમબાગથી નિર્મળનગર, ચાવડી ગેટ અને પાનવાડી ત્યારબાદ જશોનાથ સર્કલ, રૂપમ ચોક, ખારગેટ, મામા કોઠા રોડ હલુરીયા ચોક, ક્રેસન્ટ સર્કલ, મહિલા કોલેજ અને ઘોઘા સર્કલ અંતે મોખડાજી સર્કલ થઈને શિવાજી સર્કલ ખાતે યાત્રાનું સમાપન થયું હતું. શિવાજી સર્કલ ખાતે પહોંચી સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. હિન્દુ યુવા સંગઠન દ્વારા જણાવાયું હતું કે, યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમ અને શિવાજી મહારાજના સંસ્કારોનું સિંચન થાય તેવા ઉમદા હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્તબદ્ધ રીતે બાઇક સવારો જોડાયા હતા અને ભાવનગરની જનતાએ પણ આ આયોજનને પ્રતિસાદ આપ્યો હતો.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
