News of Friday, 20th February 2026
વડાળીના ‘જયશ્રી વિહોત ધામ'માં ભકિતનો મહાકુંભઃ કાલથી ૨૧ કુંડી હોમાત્મક મહારૂદ્ર મહાયજ્ઞનો દબદબાભેર પ્રારંભ
આચાર્યપદે ભરતભાઇ વ્યાસ અને ઉપાચાર્ય તરીકે શાસ્ત્રી યશભાઇ વ્યાસ સેવા આપશેઃ ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમોનો ધમધમાટઃ ભાવિકો માટે પણ પ્રસાદની વ્યવસ્થાઃ પૂજારી કાંતિબાપુ

રાજકોટ, તા.૨૦: ભાવનગર હાઈવે પર આવેલા પવિત્ર યાત્રાધામ‘જયશ્રી વિહોત ધામ-વડાળી' ની પાવન ભૂમિ પર શ્રી વિહોત માતાજીની અસીમ કળપાથી અને બ્રહ્મલીન મહેશનાથ બાપુના આશીર્વાદથી ભવ્ય હોમાત્મક મહારૂદ્ર ૨૧ કુંડી મહાયજ્ઞનું ભક્તિસભર આયોજન કરવામાં આવ્યું છે. સંવત ૨૦૮૨ ના ફાગણ સુદ-૪ થી ફાગણ સુદ-૬ (તા. ૨૧-૦૨-૨૦૨૬ થી ૨૩-૦૨-૨૦૨૬) સુધી ચાલનારા આ ધાર્મિક મહોત્સવમાં સમગ્ર પંથકના ધમપ્રેમી જનતા ઉમટી પડશે.
આ મહાયજ્ઞના આચાર્ય પદે શાષાી શ્રી ભરતભાઈ ડી. વ્યાસ (સંસ્કળત બી.એ.બી.એડ.) વૈદોકત પદ્ધતિથી વિધિ-વિધાન કરાવશે, જ્યારે ઉપાચાર્ય તરીકે શાષાી શ્રી યશભાઈ ભરતભાઈ વ્યાસ સેવા આપશે.
*પ્રથમ દિવસ (શનિવાર): ગણપતિ પૂજન, પુણ્યા વાચન, સ્થાપિત દેવતાઓની પૂજા, અગ્નિ સ્થાપન અને ગ્રહશાંતિ રૂદ્ર યજ્ઞ સાથે આરતી યોજાશે. * બીજો દિવસ (રવિવાર): સ્થાપિત દેવતાઓનું પૂજન, પાર્થેશ્વર મહાદેવનું પૂજન અને મહાદેવનો હોમ કરવામાં આવશે. *ત્રીજો દિવસ (સોમવાર): સ્થાપિત દેવતાઓનું પૂજન, મહાદેવનો હોમ, ઉત્તરપૂજન અને પૂર્ણાહુતિના કાર્યક્રમો યોજાશે.
આ ત્રણેય દિવસ દરમિયાન દર્શનાર્થે આવતા ભક્તો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. દરરોજ બપોરે ૧૧-૩૦ કલાકે અને સાંજે ૬-૩૦ કલાકે ભક્તો પ્રસાદનો લાભ લઈ શકશે. યજ્ઞની પૂર્ણાહુતિ અને બીડું હોમવાનો સમય સોમવાર, તા. ૨૩-૦૨-૨૦૨૬ ના રોજ બપોરે ૩-૩૦ કલાકે રાખવામાં આવ્યો છે.
વિહોત માતાજી મંદિર, ભાવનગર હાઈવે, વડાળી ગામ ખાતે યોજાનારા આ મંગલમય અવસરે પધારવા તમામ ધર્મપ્રમી જનતાને મંદિરના પૂજારી શ્રી કાંતિબાપુ (મો. ૯૯૧૩૧ ૩૧૭૨૮) દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
