<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

કોટડા સાંગાણી પાસે રાજકોટના યુવાન ઉપર પાઇપથી હુમલો કરી કારમાં તોડફોડ કરી

થુંકવામાં ધ્‍યાન રાખતો હોય તો તેમ કહી સુરતનો મુકેશ સહિત ત્રણ તૂટી પડયા

રાજકોટ તા. ર૦: કોટડા સાંગાણી પાસે થુંકવામાં ધ્‍યાન રાખતો હોય તો તેમ કહી રાજકોટના યુવાન ઉપર સુરતના શખ્‍સ સહિત ત્રણ શખ્‍સોએ પાઇપથી હુમલો કરી કારમાં તોડફોડ કરી હતી.મળતી વિગતો મુજબ સચીનભાઇ મહેન્‍દ્રભાઇ ફડદુ ઉ.વ. ૩૧ ધંધો-પ્રા. નોકરી રહે. હાલ રાજકોટ શાપત્‍ય ગ્રીન સીટી ડી-પ૦ર ૮૦ ફુટ રીંગ રોડ નજીક કાંગશીયાળીએ આરોપી મુકેશભાઇ પીઠાભાઇ પરમાર રહે-સુરત તથા બે અજાણ્‍યા માણસો તથા તપાસમાં ખુલે તે સામે કોટડા સાંગાણી પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદીએ પોતાના હવાલા વાળી આઇર૦ કાર રજી નં. જીજે ર૭ એએ ૯૪૬૮ વાળી લઇને જતા હતા ત્‍યારે અજાણ્‍યા બે માણસોએ રસ્‍તામાં ઉભારાખી ફરીયાદીને થુકવા માં ધ્‍યાન રાખતો હોય તો તેમ કહી બોલાચાલી કરી ફરીયાદીને ગાળો આપી તથા મોઢા ઉપર ઝાપટ મારેલ તથા આરોપી નં. (૧) પોતાના હવાલા વાળી કાળા કલરની કાર માંથી લોખંડનો પાઇપ લઇને ફરીયાદીના પગના સાથળના ભાગે તથા ડાબા હાથના અંગુઠામાં માર મારી ઇજા કરેલ તથા ફરીયાદીના ગાડીના તમામ કાચા તથા બોનેટ માં તોડફોડ કરી નુકશાન કર્યુ હતું. આ ફરીયાદ અન્‍વયે કોટડાસાંગાણી પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

(11:29 AM IST)