News of Friday, 20th February 2026
કેશોદ પંથકના માણેકવાડા ગામના મનસખુભાઇનું બેભાન હાલતમાં મોત
અલગ અલગ ચાર ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ ખસેડાયાઃ પણ દમ તોડી દીધો

રાજકોટ તા. ૨૦: કેશોદ નજીકના માણકેવાડા ગામે રહેતાં મનસુખભાઇ કાનાભાઇ મુછળીયા (ઉ.વ.૬૬) તા. ૩/૧ના રોજ ઘરે બેભાન થઇ જતાં કેશોદની હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. બાદમાં ગત ૧૦મીએ રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ આજે સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મનસુખભાઇને પહેલા કેશોદ, બાદ જુનાગઢની હોસ્પિટલમાં, બાદ વોકહાર્ટમાં અને ત્યાંથી ગાંધીનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતાં. મગજનું ઓપરેશન કરાવાયા બાદ રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. તેમને બ્રેઇન સ્ટ્રોક આવી ગયાનું સગાએ કહ્યું હતું. મૃતક પાંચ બહેન અને ચાર ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં ત્રણ દિકરા છે. પોતે ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. તબિબે મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવવાનું ૅકહી પોલીસ કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કેશોદ પોલીસને જાણ કરી હતી.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
