News of Friday, 20th February 2026
થાનગઢ મુળી તાલુકાઓમાં ઝડપાયેલ ખનિજ ચોરી મુદ્દે સૌથી મોટી કાર્યવાહી
ખેડૂતોના ખેતરો ઉપર બોજા પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ , તા., ર૦: સરકારી જમીનો ઉપર ખનન પ્રવળત્તિ બદલ પગલાં ભરાયા બાદ હવે સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી થાનગઢ સહિતના વિસ્તારોમાં ખેડૂતોના ખેતરોમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરી અને જે ખનીજની ચોરી કરવામાં આવી રહી હતી અને તેના ઉપર પણ ડેપ્યુટી કલેક્ટર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે જે જમીન ઉપરથી ખનીજ ચોરી ઝડપાય છે તે જમીન માલિકો સામે પણ પગલાં ભરવાની શરૂઆત હવે કરી દેવામાં આવી છે જે ખેડૂતોના ખેતરોમાં ખોદકામ કરી અને ગેરકાયદેસર કાર્બોસેલ ની ચોરી કરવામાં આવી રહી હતી તેમને દંડ તો ફટકારવામાં આવ્યા છે પરંતુ હવે તેમની જમીનો ઉપર બોજો દાખલ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
૭૦૦ થી વધુ ખેડૂતોની જમીનો ઉપર ડેપ્યુટી કલેક્ટર દ્વારા ટૂંક જ સમયમાં બોજા દાખલ કરવામાં આવશે અને ત્યારબાદ બોજા દાખલ કરાયા પછી ખેડૂતોની ઉપર કડક પગલાં ભરવા આવશે આજે જમીન ઉપર ખોદકામ કરવામાં આવ્યું છે અને ખનીજ ચોરી કરવામાં આવી છે તેને દંડ પણ ફટકારવામાં આવશે અને તેની રકમની પણ વસુલાત કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે ત્યારે હાલના તબક્કામાં લીસ્ટ બનાવી અને ચોટીલા ડેપ્યુટી કલેક્ટર દ્વારા ખનીજ ચોરી મુદ્દે હવે માલિકીની જમીન હોય તો તેના ઉપર પણ પગલાં ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને મહેસૂલી વિભાગની પોતાની કચેરીની અલગ અલગ ટીમોને આ મુદ્દે કામે લગાવી અને ડેપ્યુટી કલેક્ટર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પ્રથમ તબક્કામાં ચોટીલા ડેપ્યુટી કલેકટર દ્વારા ૭૦૦થી વધુ ખેડૂતોની જમીન ઉપર કે જ્યાં ગેરકાયદેસર ખનીજ ચોરી પકડાઈ છે તેવી જમીનો ઉપર બોજા દાખલ કરવામાં આવશે અને તેમને ખનીજ ચોરી બદલ દંડ ફટકારવામાં આવશે બોજા દાખલ કરાયા પછી શ્રી સરકાર કરવાની શકયતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ખેડૂતોના ખેતરોમાં ખનીજ ચોરી કરવી હવે ખનીજ માફિયાઓને તો ભારે પડી છે પરંતુ ખેડૂતોને પણ પોતાની જમીન ગુમાવવાનો વારો આવે તે ઙ્કકારની પરિસ્થિતિનું સુરેન્દ્રનગર જિલ્લામાં નિર્માણ થયું છે હાલમાં ખનીજ ચોરી સદંતર બંધ કરાવવામાં આવી છે પરંતુ જે સ્થળેથી ખનીજ ચોરી ઝડપાઈ છે તે ખનીજ માફિયાઓ બાદ હવે તે માલિકો કે ખેડૂતોની જમીનમાં ખનીજ ચોરી ઝડપાઈ છે તેમના વિરોધમાં પણ પગલાં ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
પ્રથમ તબક્કામાં જે જમીનો ઉપર ખનીજ ચોરી ઝડપાય છે તેના ઉપર બોજા દાખલ કરવામાં આવશે ત્યારબાદ જેટલી ખનીજ ચોરી થઈ છે તેની વસુલાત માટેનો દંડ ફટકારવામાં આવશે પરંતુ આ દંડની રકમો નહીં ભરવામાં આવે તો ખેડૂતોને પોતાની જમીનો ગુમાવવાનો વારો આવી શકે છે ત્યારે હવે ખનીજ ચોરી મુદ્દે ડેપ્યુટી કલેક્ટર આંકરા પાણીએ છે પહેલા ખનીજ ચોરી અટકાવવામાં આવી અને ત્યારબાદ હવે ખનીજ ચોરી ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે ખનીજ ચોરો ઉપર પણ હવે પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે ત્યારે જે ખનીજ ચોરી થઈ છે તેની દંડની રકમની ભરપાઈ કરવા માટે નોટિસો પણ આપવામાં આવી રહી છે અને કાર્યવાહીનો દોર યથાવત રહેવા પામ્યો છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
