<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

સુરેન્‍દ્રનગર જિલ્લાના વધુ ૧૨ ગામોમાં વિજ દરોડા

૧૩૦ જેટલા જોડાણોમાં વીજ ચોરી ઝડપાઈ ૬૫.૨૦ લાખ રૂપિયાનો દંડ

વઢવાણ, તા., ૨૦ : સુરેન્‍દ્રનગર જિલ્લામાં વીજ ચોરી ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લાનો વીજ લોસ ૨૫ ટકાથી વધી જતા હવે સુરેન્‍દ્રનગર પીજીવીસીએલ વિભાગ પોલીસ વિભાગ અને હવે તો એસઆરપીના જવાનોને સાથે રાખી અને દરોડા ની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ગ્રામીણ વિસ્‍તારોમાં જે વીજ ચોરી ચાલી રહી છે તે અટકાવવા માટે તંત્રની ટીમો મેદાને ઉતરી છે ત્‍યારે ૧૨ જેટલા ગામોમાં વીજ ચોરી ઉપર દરોડા પાડવામાં આવ્‍યા છે.

જેમાં ૧૮ જેટલી એસઆરપી ના જવાનો તેમજ ૨૫ જેટલી પોલીસ અને પાંચ જેટલા કેમેરા મેનોને સાથે રાખી અને સુરેન્‍દ્રનગર પીજીવીસીએલ વિભાગ દ્વારા બહાર ગામોમાં ૭૯૫ જેટલા વીજ જોડાણ નું ચેકિંગ હાથ ધરવામાં આવ્‍યું હતું જેમાં લટુડા દીક્ષર ખાખરા થડ ખાટડી ખેરાણા મેવાસા પિયાવા સુખસર મોટા હરણીયા તરણેતર ટીકર વગેરે ગામોમાં ચેકિંગ કામગીરી હાથ ધરી અને વીજ જોડાણો ઉપર બાજ નજર રાખવામાં આવી હતી અને વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે.

જેમાં કુલ ૭૯૫ જેટલા ૨૦ જોડાણો ચેકિંગ કરવામાં આવ્‍યા હતા જે પૈકી ઘર વપરાશના ૧૨૭ અને વાણિજ્‍ય હેતુના ૦૩ મળી કુલ ૧૩૦ જેટલા વીજ જોડાણોમાં ગેરીતી ઝડપાઈ હતી ત્‍યારે આ મુદ્દે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ૬૫.૨૦ લાખ રૂપિયા નો દંડ ફટકારી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્‍યારે વીજ ચોરી કરતા તત્‍વોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો છે.

(12:46 PM IST)