તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 20th February 2026
વેરાવળ ખાતે એકસકલુઝીવ ઇકોનોમિક ઝોનમાં માછીમારો માટે એકસેસ પાસ સુવિધા
ગુજરાતના માછીમારોની શકિત અને નિકાસમાં વૃધ્ધિ થશે

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૦ :.. ભારતના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ) નિયમોને અમલમાં મૂકવા અને ઊંડા સમુદ્રમાં માછીમારીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી એક સીમાચિホરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી અને પંચાયતી રાજ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી શ્રી રાજીવ રંજન સિંહ ૨૦ ફેબ્રુઆરીએ વેરાવળ ખાતે વિશેષ આર્થિક ક્ષેત્ર (EEZ)માં માછીમારી માટે એક્સેસ પાસ ફ્રેમવર્ક લોન્ચ કરશે. આ નવું માળખું માછીમારોને ઊંડા સમુદ્રી વિસ્તારોમાં માછીમારી માટે સત્તાવાર પરવાનગી (એક્સેસ પાસ) મેળવવાનું સરળ બનાવશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતળત્વ હેઠળ આ પહેલ ભારતના મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન લાવશે. ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતળત્વમાં મત્સ્યઉદ્યોગ ક્ષેત્રને મજબૂત બનાવવાના પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે એક્સેસ પાસની પહેલ પરંપરાગત અને નાના પાયાના માછીમારો, સહકારી મંડળીઓ, સ્વ-સહાય જૂથો અને મત્સ્યઉદ્યોગ ઉત્પાદક સંગઠનો (FFPO)ને સશક્ત બનાવશે. ઉલ્લેખનીય છે કે, એક્સેસ પાસ ભારતના EEZમાં માછીમારોને માછીમારી માટે કાયદેસર અને પારદર્શક રીતે પરવાનગી આપશે. તે તેમને ઊંડા સમુદ્રી વિસ્તારોમાં ટુના જેવી ઉચ્ચ-મૂલ્યની પ્રજાતિઓને પકડવામાં મદદ કરશે તેમજ આંતરરાષ્ટ્રીય ધોરણોનું યોગ્ય ટ્રેકિંગ અને પાલન પણ સુનિヘતિ કરશે.
એક્સેસ પાસ પ્રદાન કરવાનો નિર્ણય શા માટે મહત્વપૂર્ણ છે?
ભારત ૧૧,૦૯૯ કિમીનો દરિયાકિનારો ધરાવે છે અને ૨૪ લાખ ચોરસ કિમીમાં EEZ ધરાવે છે. પુષ્કળ દરિયાઈ સંપત્તિથી સમળદ્ધ હોવા છતાં મોટાભાગની માછીમારી પ્રવળત્તિઓ ૪૦-૫૦ નોટિકલ માઇલ સુધી મર્યાદિત રહે છે. EEZરૂલ્સ, ૨૦૨૫માં માછીમારીના ટકાઉ ઉપયોગને ૪ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ટેરિટોરિયલ વોટર્સ, કોન્ટિનેન્ટલ શેલ્ફ, એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન અને અન્ય મેરીટાઇમ ઝોન્સ એક્ટ, ૧૯૭૬ હેઠળ સૂચિત કરવામાં આવ્યા હતા. આ નિયમો એક મજબૂત કાનૂની અને સંસ્થાકીય માળખું બનાવે છે, જેમનો ઉદ્દેશ EEZમાં માછીમારી પ્રવળત્તિઓને જવાબદાર અને ટકાઉ રીતે વિસ્તળત કરવાનો છે.
ગુજરાતમાં વેરાવળ એક મુખ્ય ફિશરીઝ પ્રોસેસિંગ (મત્સ્યઉદ્યોગ પ્રક્રિયા) અને નિકાસ કેન્દ્ર છે અને તેના વ્યૂહાત્મક સ્થાનના કારણે તેને એક્સેસ પાસના લોન્ચ માટે પસંદ કરવામાં આવ્યું છે. ભારત સરકારનો ઉદ્દેશ દેશભરમાં ૩૪ મત્સ્યઉદ્યોગ ઉત્પાદન અને પ્રોસેસિંગ ક્લસ્ટરોનો વિકાસ કરવાનો છે, જેમાં વેરાવળ સીફૂડ નિકાસ, મૂલ્યવર્ધન અને પ્રોસેસિંગ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. આ પહેલ સરકારના બ્લુ ઇકોનોમી વિઝન સાથે સુસંગત છે, જે સુનિヘતિ કરે છે કે ભારતના સીફૂડ નિકાસના લાભો સીધા માછીમારો અને દરિયાકાંઠાના સમુદાયોને મળે, સાથે સાથે પ્રીમિયમ વૈશ્વિક બજારોમાં પણ પ્રવેશ સુનિヘતિ થાય.
વેરાવળ ખાતે વિશેષ આર્થિક ક્ષેત્ર (EEZ)માં માછીમારી માટે એક્સેસ પાસની સુવિધા લોન્ચ થવાથી આ પ્રદેશ મત્સ્યઉદ્યોગ વિકાસ માટે એક મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવશે, જે દરિયાઈ સંસાધન વળદ્ધિ અને નિકાસમાં ગુજરાતનું નેતળત્વ દર્શાવે છે.
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
