<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

જામનગરના રાજવી શત્રુશલ્‍યસિંહજીના જન્‍મદિવસે નવાનગર સ્‍ટેટનું રાષ્‍ટ્રગીત રજૂ કર્યુ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા. ર૦: જામનગરના રાજવી જામસાહેબ શત્રુસલ્‍યસિંહનો ગઇકાલે તિથિ મુજબ જન્‍મદિવસ હતો. તારીખ મુજબ તેઓનો જન્‍મદિવસ આજે શુક્રવારે છે. તેઓએ જણાવ્‍યું છે કે, આ બન્ને દિવસ નાજુક તબિયતના કારણે પોતે કોઈને મળી શકશે નહીં, પરંતુ તમામ નગરજનોને શુભેચ્‍છા આપવા આવી શકે તે માટે તેમના દ્વાર ખુલ્લા છે અને તેઓ માટે મોઢું મીઠું કરાવવાની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. ઉપરાંત ૧૯૪૦માં નવાનગર રાજ્‍ય દ્વારા પોતાનું રાષ્‍ટ્રગીતની રચના કરવામાં આવી હતી. રાષ્‍ટ્રગીતની ઓડિયો લીંક પણ તેઓએ લોકો માટે શેર કરી છે. જેમાં નવાનગર સ્‍ટેટ પ્રત્‍યેનો ભાવ, સન્‍માન, પ્રેમ દર્શાવવામાં આવ્‍યો છે.

સને ૧૯૪૩ના બીજા વિશ્વયુધ્‍ધ સમયે, પોલેન્‍ડના બાલકો અનેસ્ત્રીઓને જૂના નવાનગર (જામનગર) રાજયના રાજવી જામ સાહેબ જામશ્રી દિગ્‍વીજયસિંહજીએ પોતાના ‘બાલાચડી' ગ્રીષ્‍મ મહેલમાં (જે હવે ‘સૈનિક સ્‍કૂલ' માં પરીવર્તીત થયેલ છે) આશરો આપેલો. એ સમયે ત્‍યાં સમૂહમાં બ્રિટીશ, પોલેન્‍ડ અને નવાનગર રાજ્‍યના રાષ્‍ટ્રગીતો ગવાતાં. આ અંતર્ગતના નવાનગર રાજ્‍યના રાષ્‍ટ્રગીત /ઝંડા ગીતોની ગ્રામોફોન કંપનીની રેકર્ડ (બંન્ને બાજુ) ત્‍યારે પ્રસિધ્‍ધ થયેલી (ગ્રામોફોન કંપની -H.M.V., DUM DUM: એક બાજુ રેકર્ડ નં ૧૫૩૮૧-OML ૧૭૪૫: JAMNAGAR FLAG SALUTATION અને બીજી બાજુનો નં. ૧૫૩૮૧-OML ૧૭૪૬: JAMNAGAR NATIONAL ANTHEM)

આ ગીતોની રચના તે સમયની પ્રસિધ્‍ધ ફિલ્‍મ ‘સિકંદર' ના ગીત (ઝીંદગી હૈ પ્‍યારસે, પ્‍યારમેંૅ બીતાયેજા), (હીન્‍દી રેકર્ડ નં.    N ૨૫૮૦૬- OML ૨૩૩૫-H.M.V., DUM DUM.).ધૂનપર આધારીત, તે સમયના રાજયના રેવન્‍યુ સેક્રેટરી, શ્રી સૂરસિંહજી શીવસિંહજી જાડેજાએ કરેલી અને તેમાં રાજયના મિલીટરી બેન્‍ડનો ઉપયોગ કરાવેલો. (તેઓને જામશ્રી રણજીતસિંહજીએ ઈંગ્‍લેન્‍ડ અને અમેરીકાની ઉચ્‍ચતમ કળષિ વિજ્ઞાનની શૈક્ષણિક પદવીઓ હાંસલ કરાવેલી)

ગુજરાતી રેકર્ડ પરથી ઉતારેલા ગીતોના શબ્‍દો, રેકર્ડ નં. ૧૫૩૮૧-OML ૧૭૪૬: નવાનગરનું રાષ્‍ટ્રગીત

લાંબી ધૂન

ઉદબોધન : સાંભળો,સૌરાષ્‍ટ્ર દેશની પવિત્ર હાલાર ભૂમિનું ગૌરવ આપણે બરાબર સમજવું જોઈએ.

આ વીરભૂમિમાં આજથી ચારસો વર્ષ પહેલાં જામથી રાવલે જામનગર જેવા સુંદર શહેરનો પાયો નાંખી, નવાનગર રાજ્‍યની સ્‍થાપના કરી. જામનગરના જામ એ આ વીરભૂમિના વિધાતા છે.

શ્રી કળષ્‍ણ, જેને હિંદના અઠયાવીસ કરોડ હિંદુઓ ભગવાન તરીકે પૂજે છે, તેના એ વંશજ છે.

આ પવિત્ર વંશના જગમશહૂર પ્રિય સમ્રાટ જામશ્રી રણજીતની ઉદાર પ્રેરણાથી આ દેશમાં ભણતા હજારો બાળકો પ્રાથમિક અને માધ્‍યમિક કેળવણી મફત લઈ રહ્યા છે. તેથી નવાનગર રાજ્‍યના એક એક બાળકને હાલારની પવિત્ર ભૂમિનું અભિમાન હોવું જોઈએ.

જે ભાવથી અન્‍ય દેશો પોતપોતાની જન્‍મભૂમિનું રાષ્‍ટ્રગીત ગાય છે અને દેહનું સમર્પણ કરવા તૈયાર થાય છે, તેવી ભાવના આ ગીત ગાતી વખતે હાલાર દેશ અને હાલાર દેશના ધણી જામસાહેબ બાપુ માટે દરેક બાળકના હૃદયમાં હોવી જ જોઈએ.

શ્રી જામો જયતિ... શ્રી જામો જયતિ... શ્રી જામો જયતિ જય જય મહારાજ જય નમિતા, નમિતા આદર સહિતા, હિતારાજ શુભનિતા,જુગ જુગ જીવો પિતા, જામ શ્રી હાલાર હિતા

(12:38 PM IST)