News of Friday, 20th February 2026
ભાવનગરના વલ્લભીપુરના પચ્છેગામમાં રવિવાર થી ત્રિવેણી મહોત્સવ
પૂ.લાલબાપુ અને પૂ.રમેશભાઈ ઓઝાની પ્રેરક ઉપસ્થિતિમાં ૫૫૧ કુંડી મહાવિષ્ણુ યજ્ઞ, શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ,વ્યસન મુક્તિનો અનોખો સંદેશ અપાશે : તમાકુ અને દારૂ જેવા વ્યસન છોડનાર વ્યકતિને ગધેથડ આશ્રમના પૂ.લાલબાપુ ૧૨ કરોડ ગાયત્રીમંત્રના જાપ અર્પણ કરશેઃ સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લાના ભક્તો ઉમટી પડશે

રાજકોટ તા.૨૦: ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે આગામી ૨૨ ફેબ્રુઆરી થી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમિયાન એક ભવ્ય ધાર્મિક 'ત્રિવેણી મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી મુરલીધર દાદાની અસીમ કૃપાથી યોજાનારા આ મહોત્સવમાં મંદિરનો નિજ પ્રવેશૌત્સવ, શ્રીમદ ભાગવત સપ્તાહ અને ૫૫૧ કુંડી મહાવિષ્ણુયજ્ઞ જેવા પવિત્ર કાર્યો સંપન્ન થશે. આ ધાર્મિક મહોત્સવમાં વ્યસન મુક્ત થનાર વ્યક્તિને ગાયત્રી મંત્રનું પુણ્ય પૂ.લાલબાપુ અપર્ણ કરશે. હાલ સમસ્ત ગોહિલવાડ રાજપૂત સમાજ સહીત ૧૮ વર્ણમાં ધાર્મિક કાર્યક્મને લઈને ભારે ઉત્સાહ જાગ્યો છે. ધાર્મિક મહોત્સવની વિગતો મુજબ વલ્લભીપૂરના પચ્છેગામ ખાતે આગામી ૨૨ ફેબ્રુઆરી થી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ શ્રી મુરલીધર દાદા મંદિરમાં નિજ પ્રવેશૌત્સવ, શ્રીમદ ભાગવત સપ્તાહ અને ૫૫૧ કુંડી મહાવિષ્ણુયજ્ઞ જેવા પવિત્ર કાર્યો થશે આ ધાર્મિક મહોત્સવમાં આગામી ૨૬ ફેબ્રુઆરીના રોજ
ગધેથડ આશ્રમના સંતશ્રી લાલબાપુ પધારી રહયા છે. આ શુભ દિવસે પૂ.શ્રી લાલબાપુ તરફથી ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે. જેમાં વલ્લભીપુર સહીત ૫૪ ગામના લોકો મહાપ્રસાદનો લાભ લેશે
આ અવસરના ભાગરૂપે સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લા અને તાલુકામાં સ્વંયમસેવકોની ૩૦ ગાડીઓ દ્વારા પત્રિકા વિતરણ કરવામાં આવી રહ્યું છે. આવનર સમયમાં લાખોની સંખ્યમાં લોકો પચ્છેગામ પધરાશે. અત્યાર સુધીમાં પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, કચ્છ-ભુજ, બોટાદ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પંચમહાલમાં કંકોત્રીનું ડોર ટુ ડોર વિતરણ કરવામાં આવી છે. હાલ પચ્છેગામમાં આયોજકો દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે આ ધાર્મિક મહોત્સવ નિમિત્તે વલ્લભીપુર તાલુકાના ૫૪ ગામોમાં ગાયોને નિરણ, કુતરાને લાડુ, પક્ષીઓને ચણ અને કીડીઓને કીડીયારું પૂરવા જેવી સેવાકીય પ્રવૃત્તિઓ પૂ.લાલબાપુ તરફથી કરવામાં આવશે.આ પાવનકારી પ્રસંગે સર્વે ધર્મપ્રેમી જનતાને ભોજન પ્રસાદ લેવા અને મહોત્સવનો લાભ લેવા માટે સંતશ્રી લાલબાપુ અને ગધેથડ ગાયત્રી આશ્રમ તરફથી ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.(૪૦.૨૯)
૫૫૧ કુંડી મહાવિષ્ણુયજ્ઞનું મહત્વ
રાજકોટઃ વલ્લભીપુરના પચ્છેગામ ખાતે યોજાનારા ત્રિવેણી મહોત્સવમાં ૫૫૧ કુંડી મહાવિષ્ણુયજ્ઞએ સૌથી મુખ્ય અને આધ્યાત્મિક આકર્ષણ છે. શાષોક્ત વિધિ-વિધાન સાથે યોજાતો આ યજ્ઞ માત્ર ધાર્મિક પ્રક્રિયા નથી, પરંતુ લોકકલ્યાણ અને પર્યાવરણ શુદ્ધિનો એક મોટો સંકલ્પ છે. શાષો મુજબ, ભગવાન વિષ્ણુ એ સૃષ્ટિના પાલનહાર છે. તેમની પ્રસન્નતા માટે કરવામાં આવતો આ યજ્ઞ વિશ્વ શાંતિ, સમૃદ્ધિ અને પ્રાણીમાત્રના કલ્યાણ માટે હોય છે. ૫૫૧ કુંડ હોવાને કારણે આ એક 'અતિરુદ્ર' કક્ષાનો ભવ્ય યજ્ઞ બની રહે છે, જેમાં એકસાથે હજારો આહુતિઓ અર્પણ કરવામાં આવે છે.કાશી અને સ્થાનિક વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞની આહુતિઓ આપવામાં આવશે.
પૂજ્ય સંતોનું સાનિધ્યમાં આગમન થશે
રાજકોટઃ આ મહોત્સવમાં ગધેથડ ગાયત્રી આશ્રમથી પ.પૂ. સંત શ્રી લાલબાપુ પધારશે. તેમજ વિશ્વવંદનીય ભાગવતાચાર્ય પૂ. શ્રી રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી) ના મુખે કથામૃતનું પાન કરાવવામાં આવશે. આ ઉપરતા અન્ય નામી -અનામી સંતો,મહંતો,સાધુ ઉપસ્થિત રહીને કાર્યક્મની શોભા વધારશે.
પૂ.લાલબાપુએ આમંત્રણ સ્વીકારીને જમણવારનો તમામ ખર્ચ ઉપાડવાનું વચન આપ્યું
રાજકોટઃ આયોજકો એ જણવ્યું હતું કે ઇષ્ટદેવ મુરલીધર દાદાના મંદિરનું નવ નિર્માણ પૂર્ણ થયું છે.જેના ભાગરૂપે શ્રીમદ ભાગવત કથાના શુભ પ્રસંગે પૂ.રમેશભાઈ પાસેથી કથાનું શ્રીફળ મળ્યું હતું. આ બાદ ગધેથડ પૂ. લાલબાપુને કંકોત્રી આપવા ગયા હતા ત્યારે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તથા ૫૫૧ કુંડી મહાવિષ્ણુ યજ્ઞનું સાંભળીને રાજીપો વ્યક્ત કર્યો હતો. પૂ.લાલબાપુએ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે ગોહિલવાડમાં જે મુરલીધરદાદા બિરાજે છે તે સમગ્ર સમાજના છે.તમારા આમંત્રણને માન આપીને હું ૨૬ ફેબ્રુઆરીના રોજ પધારીશ અને મહાયજ્ઞનો પ્રારંભ કરાવીશ આ તકે પૂ.લાલબાપુએ શરત મૂકી હતી કે હું મુરલીધર દાદાના દર્શને આવીશ ત્યારે જેટલા ભક્તો પ્રસાદ ગ્રહણ કરશે તેનો સમગ્ર ખર્ચ ગાયત્રી આશ્રમ ગધેથડ આપશે. અમે રાજીપો વ્યક્ત કરતા પૂ. લાલબાપુની શરત સ્વીકારી હતી. આ બાદ વલ્લભીપુરના ૫૪ ગામો માટે ધુવાળાબંધ જમણવારનું આયોજન કરાયું છે.આ ઉપરાંત અબોલ જીવો માટે પણ ખોરાક પૂરો પાડવામાં આવશે ગુજરાતના ૧૪ જિલ્લમાં ૮૫ લાખ કંકોત્રીનું વિતરણ કરાયું છે.
વ્યસન મુક્તિ અભિયાનમાં અનેક લોકો જોડાશે
તમાકુ છોડનારને ૫૫૧ ગાયત્રી મંત્રનું પુણ્ય અને દારૂનું વ્યસન છોડનારને ૧૧૦૦ ગાયત્રી મંત્રનું પુણ્ય પૂ.લાલબાપુ દ્વારા અર્પણ કરશે
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વ્યસનમુક્તિ માટે અનેક ધાર્મિક કાર્યક્રમો થતા હોય છે, પરંતુ ગધેથડ આશ્રમના પૂ. સંત લાલબાપુ દ્વારા શરૂ કરાયેલ વ્યસનમુક્તિ કાર્યક્રમ આજના યુવાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કારણ કે પૂ. લાલબાપુ દ્વારા અત્યાર સુધીમાં ૧૨ કરોડ ગાયત્રીમંત્રના જાપ કરી પુણ્યનું ભાથું બાંધ્યું છે તે વ્યસન છોડનાર વ્યક્તિને અર્પણ કરશે.આ અનોખી અને અદભુત પહેલ આગામી ધાર્મિક મહોત્સવમાં પણ યોજાશે. જેમાં જે વ્યક્તિ તમાકુ છોડશે તેને ૫૫૧ ગાયત્રી મંત્રનું પુણ્ય અને દારૂનું વ્યસન છોડશે તેમને ૧૧૦૦ ગાયત્રી મંત્રનું પુણ્ય પૂ.લાલબાપુ દ્વારા અર્પણ કરવામાં આવશે. વ્યસન છોડનાર વ્યક્તિનો પરિવાર સુખી થાય અને મહાયજ્ઞમાં જોડાઈ સત્કાર્યો કરે તેવા આશીર્વાદ આપવામાં આવશે.
ધૂમાડાબંધ ભોજન પ્રસાદ
રાજકોટઃ તા.ર૬-૦૨-૨૦૨૬, ગુરુવારના રોજ પ.પૂ. લાલબાપુની પ્રેરણાથી વલ્લભીપુર શહેર સહિત તાલુકાના ૫૪ ગામો માટે ધૂમાડાબંધ ભોજન પ્રસાદનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસાદનો લાભ લેવા માટે રાજકોટ સહીત ૧૩ જિલ્લામાંથી ભક્તો પધરાશે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
