તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th February 2026
મોરબીમાં સોની વેપારીની હત્યા મામલે બે વિરુદ્ધ ગુનો નોંધાયો: સોની બજાર સહિતના વેપારીઓએ સજ્જડ બંધ પાળી વિરોધ કર્યો.
વરટેક કરવા જેવી નજીવી બાબતે સોની વેપારીની નિર્મમ હત્યાથી કાયદો વ્યવસ્થા સામે સવાલ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં ગુરુવારે મોડી રાત્રીના નવા બસ સ્ટેન્ડ નજીક વાહન ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે લુખ્ખા તત્વોએ સરા જાહેર આતંક મચાવ્યો હતો સોની વેપારીને કારમાંથી ઉતારી છરીના આડેધડ ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી જે બનાવ મામલે પોલીસે બે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે તો હત્યાના ઘેરા પ્રત્યાઘાતો સોની સમાજમાં પડ્યા હતા સોની બજાર સજ્જડ બંધ પાળી આરોપીઓને ફાંસીની સજા આપવા માંગ કરી છે.
મોરબીના સત્યમપાન વાળી શેરી ભક્તિનગર ૨ શનાળા રોડના રહેવાસી મૌલિક રસિકલાલ આડેસરાએ બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના નાના ભાઈ જતીનભાઈ નાની બહેન ચેતના જે રાજકોટ સાસરે હોય તેને તેડવા બપોરે હુન્ડાઈ કાર જીજે ૩૬ એએફ ૪૪૬૪ લઈને ગયા હતા અને નાની કેનાલ રોડ પર મકાન કામ ચાલતું હોય ત્યાં ફરિયાદી ગયા હતા રાત્રીના નાનાભાઈ જતીનનો ફોન આવ્યો કે મારે રંગોલી આઈસ્ક્રીમ દુકાન સામે એક્સેક બાઈક વાળા બે ઈસમો ગાડીને સાઈડ આપવા બાબતે ઝઘડો થયો છે અને બાઈક ચાલકે છરી મારી દીધી છે.
જેથી તાત્કાલિક ક્રિષ્ના હોસ્પિટલ ગયા હતા જ્યાં ફરિયાદીના બહેન ચેતનાબેન અને જતીનભાઈના માસાજી સસરા કિશોરભાઈ બધા હોસ્પિટલ હાજર હતા જતીનભાઈની ઈમરજન્સી રૂમમાં સારવાર ચાલતી હતી અને ભાઈએ બહુ દુખાવો થાય છે છાતીના ડાબા પડખામાં ઈજા હતી અને લોહીલુહાણ હાલતમાં હતો ભાઈએ વાત કરી કે સ્કૂટર ચાલકે છરી મારી હતી અને તેની સાથે રહેલા છોકરાએ પકડી રાખ્યો હતો છરીના ઘા મારી બંને ભાગી ગયા હતા સારવારમાં ભાઈ જતીનભાઈનું મોત થયું હતું પોલીસે બંને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
હત્યાના બનાવમાં સોની બજારના વેપારીઓ સહીત સજ્જડ બંધ પાળી વિરોધ નોંધાવ્યો.
મોરબીમાં કાયદો વ્યવસ્થા જેવું કશું રહ્યું નથી વાહન ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે સોની વેપારીની હત્યાથી સમગ્ર સોની સમાજમાં નારાજગી જોવા મળી હતી અને સોની બજાર સજ્જડ બંધ પાળી વિરોધ નોંધાવી આરોપીને ફાંસીની સજાની માંગ કરવામાં આવી છે
બહેનને રાજકોટથી તેડીને પરત આવતા માથાકૂટ : મૃતકના ભાઈ
હત્યાની ફરિયાદ નોંધાવનાર મૃતકના ભાઈ મૌલિકભાઈ આડેસરાએ જણાવ્યું હતું કે આજે વાસ્તુ હોવાથી જતીનભાઈ રાજકોટ ચેતનાબેનને તેડવા ગયો હતો અને પરત મોરબી પહોંચતા નવા બસ સ્ટેન્ડ પાસે પહોંચતા એક્સેક સવાર બે ઈસમો સાથે માથાકૂટ થઇ હતી અને છરીના ત્રણ ઘા મારી દેતા ભાઈનું ૧૦-૧૫ મિનીટમાં મૃત્યુ થયું હતું મૃતકને એક ૧૧ માસની દીકરી છે ન્યાય મળે અને આરોપીને કડક સજા કરવાની માંગ કરી છે.
હત્યારાઓને ફાંસીની સજા કરો : મૃતકના બહેન.
ઘટનાને પ્રત્યક્ષ નિહાળનાર મૃતકના બહેન ચેતનાબેને સમગ્ર આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે ભાઈએ કારના હોર્ન વગાડ્યા પણ તેઓ જગ્યા આપતા ના હતા અને સ્કૂટર રોકી ગાળો બોલવા લાગ્યા હતા અને બંને ઇસમોએ ભાઈની ઉશ્કેરણી કરી હતી તેમજ વાહન રોડ પર રાખી ભાઈ પાસે આવી કોલર પકડી ગાડીમાંથી ઉતારી છરીના ઘા ઝીંક્યા હતા બંનેને ફાંસીની સજા કરો તેવી માંગ કરી છે.
મોરબીમાં પોલીસના અસ્તિત્વ સામે સવાલો.
મોરબીમાં પોલીસનું અસ્તિત્વ છે કે નહિ તેવા સવાલો ઉઠી રહ્યા છે સપ્તાહ પૂર્વે લખધીરપુર રોડ પર લૂંટનો બનાવ બન્યો હતો જે સામાન્ય લૂંટના બનાવમાં પોલીસે છ દિવસ બાદ ફરિયાદ નોંધી બહાદુરીનું પ્રમાણ તો આપી જ દીધું છે અસામાજિક તત્વો ફાટીને ધુમાડે ગયા છે પોલીસનું અસ્તિત્વ જ ના હોય અથવા તો પોલીસ હોવાથી કોઈને ભય જ ના હોય તેવી રીતે સામાન્ય કારણમાં છરીના ઘા ઝીકી યુવાનની હત્યા કરી દેવામાં આવે છે જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી છે તેની ચાડી ખાય છે.
(10:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
