<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

મોરબીના નવી પીપળી ગામે મકાનના તાળા તોડી રોકડ રકમની ચોરી.

ફ્રિજના કવરના ખાનામાં રાખેલ રોકડ રૂ ૫૫૦૦ અને ગોલ્ડન કલર ખોટી ચેનની ચોરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : નવી પીપળી ગામે મકાનને નિશાન બનાવી તસ્કરે તાળા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાં ફ્રિજના કવરના ખાનામાં રાખેલ રોકડ રૂ ૫૫૦૦ અને ગોલ્ડન કલર ખોટી ચેનની ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે

    મોરબીના નવી પીપળી ગામે ઓમ પાર્ક સોસાયટીમાં રહેતા સંદીપભાઈ રમેશભાઈ કાલરીયાએ અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૮ ના રાત્રીથી તા. ૧૯ ના વહેલી સવાર દરમિયાન અજાણ્યા ચોર ઇસમેં મકાનના મેઈન દરવાજાનો લોક, નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં ફ્રિજના કવરમાં રાખેલ રોકડ રૂ ૫૫૦૦ અને ગોલ્ડન કલર ખોટી ચેન સહીતની મત્તા ચોરી કરી ગયા છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

(12:04 AM IST)