<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

મોરબીમાં રૂ ૧૦-૨૦ ની નોટના બંડલની લાલચ આપી અઢી લાખની ચીટીંગ કરનાર ઝડપાયો.

કોર્ટમાં રજુ કરતા બે દિવસના રિમાન્ડ મંજુર

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં વેપારીને રૂ ૧૦ અને ૨૦ ના બંડલો આપવાની લાલચ આપી રૂ. ૨.૫૦ લાખનું આંગડીયું કરાવી ઠગાઈ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી પોલીસે ફરિયાદને આધારે એક આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

મોરબીના રવાપર ઘુનડા રોડ પર રહેતા ચેતનભાઈ રતિલાલ દેત્રોજાને આરોપીએ ફોનથી સંપર્ક કરી રૂ ૧૦ અને ૨૦ ના નોટના બંડલ આપવાની લાલચ આપી ફરિયાદીને અમદાવાદ ખાતે પૈસાના બંડલ માટે આંગડીયા કરવાનું કહેતા ફરિયાદીએ રૂ ૨.૫૦ લાખનું આંગડીયું કર્યું હતું અને બંડલો નહિ આપી ઠગાઈ કરી હતી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી અને આરોપી પંકજ કેશવજી ફેફર (રહે નવાગામ તા. મોરબી વાળા ) ને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

(1:21 AM IST)