News of Saturday, 21st February 2026
મોરબીની ઉમીયાનગર સોસાયટીમાં ગળેફાંસો ખાઈ ૨૨ વર્ષીય યુવાને આપઘાત કર્યો.
પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો:સીટી બી ડીવીઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ તપાસ હાથ ધરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબાનીની ઉમીયાનગર સોસાયટીમાં ૨૨ વર્ષના યુવાને કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
મોરબીના સો ઓરડીમાં ઉમીયાનગર સોસાયટીના રહેવાસી પ્રકાશ કિરીટભાઈ પરમાર (ઉ.વ.૨૨) નામના યુવાને પોતાના ઘરે ગત તા. ૧૯ ના રોજ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે સીટી બી ડીવીઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
(1:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
