તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
જુનાગઢ તાલુકાના પત્રાપસર ગામની સરકારી જમીનમાં વાવેતર કરી પચાવી પાડતા ૧૫ સામે ફરિયાદ
પ્રેમ સંબંધનો કરૂણ અંજામ : ગર્ભવતી પ્રેમિકાએ લગ્નનું દબાણ કરતાં પ્રેમીએ આપી મોતની સજા : હૃદય કંપાવતો બનાવ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૧: જુનાગઢ તાલુકાના પત્રાપસર ગામની સરકારી જમીનમાં વાવેતર કરી પચાવી પાડતા ૧૫ શખ્સો સામે તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ કરતા તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જુનાગઢ તાલુકાના પત્રાપસર ગામ ખાતે ગ્રામ પંચાયત હસ્તકની ગૌચરની જમીન આવેલ છે. આ જમીન ઉપર પત્રાપસર ગામના સવિતાબેન છગનભાઈ મકવાણા, લાલજીભાઈ સુરાભાઈ ગંડેસર, મનસુખભાઈ સુરાભાઈ ગંડેસર, રમાબેન ખોડાભાઈ સાગઠીયા, દિનેશભાઈ દેસાભાઈ મકવાણા, જયસુખભાઈ કાળાભાઈ દવેરા, માધાભાઈ પાલાભાઈ ગંડેસર, હરીભાઈ કરશનભાઈ ગંડેસર, અરવિદભાઈ મોહનભાઈ મકવાણા, જેરામભાઈ વિરજીભાઈ દવેરા, સવિતાબેન જીવનભાઈ મકવાણા, કાંતીભાઈ વિરજીભાઈ દવેરા, હરેશભાઈ શાંતીભાઈ મકવાણા, મયુરભાઈ વજુભાઈ મકવાણા અને વલ્લભભાઈ જેરામભાઈ દવેરા સહિત ૧૫ શખ્સોએ અનઅધિક્રુત દબાણ કબ્જો કરી જમીનમા વાવેતર કરી જમીન પચાવી પાડી હોવાનું ધ્યાન પર આવ્યું હતું.
જેના પગલે જુનાગઢ તાલુકા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્રસિગ વેલસિગ ઠાકોરે ગઈકાલે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમની જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી વધુ તપાસ ડીવાયએસપી હિતેશ ધાંધલ્યા ચલાવી રહ્યા છે.
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
