News of Saturday, 21st February 2026
ગોંડલમાં દાગીના બનાવવા આપેલ સોનુ અને રોકડ લઇ સોની વેપારી પિતા-પુત્ર દુકાન બંધ કરી છનન
૩ વ્યકિતઓ સાથે લાખોની છેતરપીંડી કરનાર વિજય રાણપરા તથા તેના પુત્ર આનંદ સામે પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા. ર૧ : ગોંડલમાં દાગીના બનાવવા આપેલ સોનુ અને રોકડ લઇ સોની વેપારી પિતા-પુત્ર દુકાન બંધ કરી છૂ થઇ જતા છેતરપીંડીની પોલીસમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ જીતેશભાઇ જેન્તીભાઇ પરમાર ઉ.પ૪, ધંધો કડીયાકામ રહે. ગોંડલ કડવાણીનગર રામ મીંદર પાસે એ ગોંડલ, મોટી બજારમાં આવેલ ભગવતી જવેલર્સના વિજયભાઇ મનુભાઇ રાણપરા તથા તેમની દિકરો આનંદ રાણપરા બનને રહે. ગોંડલ તથા તપાસમાં ખુલ્લે તે તમામ સામે ગોંડલ સીટી પોલીસમાં ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીના દિકરા રૂષીતભાઇના લગ્ન હોય અને જે લગ્નમાં દિકરાની વહુ માટે સોનાના દાગીના કરાવવાના હોય જેથી હું તથા માસ પત્ની એમ બન્ને ગોંડલમા આવેલ ભગવતી જવેલર્સમાં સોનુ પાસ કરવા માટે ગયેલ હતા અને ત્યાં આ ભગવતી જવેલર્સ નામની દુકાનના માલીક વિજયભાઈ મનુબાઈ રાણપરા તથા તેમનો દિકરા આનંદભાઈ વિજયભાઈ એમ બન્ને ત્યા દુકાનમાં બેસતા હોય અને અમોએ સોનુ પાસ કરેલ અને તેમાં એક સોનાની હાંસડી તથા બે મંગલ સુત્ર એમ કુલ ૭.૫ તોલા નહી કરેલ તેના પૈસા રૂ.૫,૩૦,૦૦૦/- થતા હતા અને જેથી મે ત્યારે રૂ.૧,૫૦,૦૦૦/- રોકડા જમા કરાવેલ અને બીજે દિવસે મારા સોનાના બાકી રહેલ પૈસામાં રૂ.૫૦,૦૦૦/- જમા કરાવેલ એમ કુલ મે રોકડ રૂપીયા રૂ.૨,૦૦,૦૦૦/- જમા કરાવેલ હતા અને જેમાં આ મારા એક સોનાની હાંસડી તથા બે મંગલ સુત્ર એમ કુલ ૭.૫ તોલાના રૂ.૩,૩૦,૦૦૦/- ઘટતા હોય જેથી મે મારા પત્ની પુજાબેન ા ઘરેણા જેમા સોનાની હાંસડી તથા એક લક્કી જેની આ સૌની વિજયભાઈ મનુભાઈ રાણપરા એ કી.રૂ.૩,૩૦,૦૦૦/- ગણેલ હોય જે ગઇ તા.૨૮/૦૯/૨૦૨૫ ના જમા કરેલ હતા એમ કુલ આ મારા એક સોનાની હાંસડી તથા બે મંગલ સુત્ર જેનો વજન- ૭ તોલા ૫ ગ્રામ સોનુ જેના કુલ રૂ.પ,૩૦,૦૦૦/- આ વિજયભાઈ મનુભાઈ રાણપરા તથા તેમનો દિકરો આનંદ ને સોનાના જમા કરાવેલ હતા અને મને આ મારૂ એક સોનાની હાંસડી તથા સોનાના બે મંગલ સુત્ર ના તૈયાર કરીને આપતા ન હોય અને આ અવાર નવાર કેવા છતા આ વિજયભાઈ તથા તેમના દિકરા વાયદા આપતા હોય અને ગઇ તા.૨૪/૧૧/૨૦૨૫ ના રોજ આ વિજયભાઈ તથા તેમ ના દિકરા આનંદ એમ પોતાની દુકાન બંપ કરીને કયાક જતા રહેલ હોય અને વિજયભાઈ મનુભાઈ રાણપરા તથા તેમનો દિકરો આનંદ એમ બન્ને મને વિશ્વાસમા રાખી મારી પાસે સોનાના રૂ.૫,૩૦,૦૦૦/- વિશ્વાસઘાત કરેલ છે
ત્યારબાદ જાણવા મળે કે આ વિજયભાઈ તથા તેમનો દિકરો આનંદ એમ બન્ને મળીને બોંડલમાં રહેતા સાગરભાઈ નરશીભાઈ માલવીયા રહે.ગોંડલ દાસીજીવણ પાર્ટી પ્લોટ ની સામે નંદનવન સોસાયટી તા.ગોંડલ વાળાના ૪ તોલા ૪૭ મીલી ગ્રામ જેની કીમત રૂ.૫,૬૦,૦૦૦/- રૂપીયા નું તથા ખોખડદડ ગામના રહેતા કિશોરભાઈ જીવાભાઈ પરમાર રહે. ખોખડદડ ગામ તા.જી.રાજકોટ વાળાએ આ વિજયભાઇ તથા તેમના દિકરા આનંદભાઈ ની દુકાને એક સોનાની હાંસડી તથા ચાંદીના સડા તથા ચાંદીનો કંદોરો તથા સોનાનુ મંગળ સુત્ર અને સોનાના પાટલા નાખેલ હોય અને આ સોના તથા ચાંદીના વસ્તુ લેવા માટે રોકડ રૂ.૨,૨૩,૦૦૦/- આ વિજયભાઈ તથા તેમનો દિકરો આનંદ લઈ જતા રહેલ છે.
આ ફરીયાદ અન્વયે ગોંડલ પોલસે ઉકત બંન્ને પિતા-પુત્ર સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
