તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
જામનગર જીલ્લાના પ્રોહીબીશનના ગુનામા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી જામનગર એલ.સી.બી.
ગુનામા નાસતા ફરતા આરોપી નરેશ ભગવાનદાસ મંગનીરામ સાધુ રહે. વાઢીયાગામ તા.ભચાઉં જી. કચ્છ ભુજ વાળાને જામનગર શહેરમાં વિકટોરીયા પુલ પાસેથી ઝડપી લીધો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૧ : શ્રી પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ અશોકકુમાર (IPS) નાઓએ જામનગર જીલ્લા તથા અન્ય જીલ્લાના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સૂચના આપેલ હોય. જેથી જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લા તથા અન્ય જીલ્લાના ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓ ને શોધી કાઢવા એલ.સી.બી. પો.ઇન્સ. વી.એમ.લગારીયા નાઓને સુચના આપેલ હોય જેથી પો.ઇન્સ.ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઈ. સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ.શ્રી એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન સ્ટાફના અજયભાઇ વીરડા તથા ભયપાલસિંહ જાડેજાને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર જીલ્લાના સીટી બી ડીવી પો.સ્ટે. પ્રોહી ગુરન ૨૯૧૧/૨૦૨૫ પ્રોહી કલમ ૬૫એ,ઇ.૮૧ વિગેરે મુજબના ગુનામા નાસતા ફરતા આરોપી નરેશ ભગવાનદાસ મંગનીરામ સાધુ રહે. વાઢીયાગામ તા.ભચાઉં જી. કચ્છ ભુજ વાળાને જામનગર શહેરમાં વિકટોરીયા પુલ પાસેથી પો.હેડ કોન્સ. ક્રિપાલસિંહ જાડેજાએ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરેલ છે.
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. પી.એન.મોરી તથા પો.સ.ઈ. સી.એમ.કાંટેલીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઈ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, કિશોરભાઈ પરમાર, ભરતભાઈ ડાંગર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, સુમિતભાઈ શીયાર, ભયપાલસિંહ જાડેજા, અશોકભાઇ વીરડા, ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
