News of Saturday, 21st February 2026
"સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત રાજ્યસ્તરીય સંસ્કૃત પ્રોત્સાહન સમારોહ"મા જુનાગઢની નોબલ હાઇસ્કૂલના પ્રિન્સિપાલ રેખાબેન ઓડેદરા તથા શાળાનાં ધો. 10 નાં સંસ્કૃતનાં શિક્ષક ઉદયભાઈ દવેનુ સન્માન
આ એવોર્ડ ધોરણ 10 માં વર્ષ 2024-25 માં 100% વિદ્યાર્થીઓ એ સંસ્કૃત વિષય રાખ્યો હોય તથા સંસ્કૃત વિષયમાં 100% પરિણામ આવવા બદલ શાળાને, પ્રિન્સિપાલને તથા સંસ્કૃતના શિક્ષકને અર્પણ કરાયો

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૧ : ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા તા. 19/02/2026 ગુરુવાર ના રોજ ગાંધીનગર, ટાઉનહોલ ખાતે સંસ્કૃત પ્રોત્સાહન યોજના અંતર્ગત જુનાગઢની નોબલ હાઇસ્કૂલ, પ્રિન્સિપાલ રેખાબેન ઓડેદરા તથા શાળાનાં ધો. 10 નાં સંસ્કૃતનાં શિક્ષક ઉદયભાઈ દવેને સંસ્કૃત બોર્ડ દ્વારા પ્રોત્સાહન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ.
આ એવોર્ડ ધોરણ 10 માં વર્ષ 2024-25
માં 100% વિદ્યાર્થીઓ એ સંસ્કૃત વિષય રાખ્યો
હોય તથા સંસ્કૃત વિષયમાં 100% પરિણામ
આવવા બદલ શાળાને, પ્રિન્સિપાલને તથા
સંસ્કૃતના શિક્ષકને અર્પણ કરવામા આવેલ હતો.
આ સિદ્ધિ અપાવવા બદલ શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે. સંચાલક કે. ડી. પંડ્યા તથા તથા સહસંચાલક ખ્યાતિ પંડ્યા પ્રિન્સિપાલ રેખાબેન ઓડેદરા અને સંસ્કૃત શિક્ષક ઉદયભાઈ દવેને શાળા પરિવાર વતિ અભિનંદન પાઠવે છે.(તસવીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
