તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd February 2026
મોરબીની અવની ચોકડી પાસે બેફામ કાર ચાલકે બે વાહનોને લીધા હડફેટે

મોરબીની વ્યસ્ત ગણાતી અવની ચોકડી પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે કાબૂ ગુમાવતા બે વાહનોને જોરદાર ટક્કર મારી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, કારની ઝડપ એટલી વધારે હતી કે ટક્કર લાગતા જ અન્ય વાહનોમાં સવાર લોકો ફંગોળાઈ ગયા હતા.
આ અકસ્માતમાં વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને સવાર લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ લોકોએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. મોરબી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક અહેવાલો મુજબ કાર ચાલક નશાની હાલતમાં હતો કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં બનેલી આ ઘટનાને કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો. પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને મર્યાદિત ઝડપે વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
