<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

શંકરાચાર્યજીના પંચ દેવને કાગબાપુએ કવિતા રૂપે સમાજને આપ્યા : પૂ.મોરારીબાપુ : કાગધામ મજાદરમા 'કાગને ફળિયે કાગની વાતું' લોકસાહિત્ય સન્માન સાથે કાગ વંદના સમારોહ

ધીરુભાઈ સરવૈયા, અનવર મીર, કમલેશ જામંગ, ભારતીબેન કુંચાલા,ભાનુભાઈ વોરા, તીર્થંકર રોહડિયા, પ્રવીણ મધુડા, દિનેશ માવલ, બલરામ ચાવડા,રામભાઈ બારોટ, અચલદાન બોક્ષા, ચેતન ગઢવી, જીતુ દાદ ગઢવી, ઈન્દુબેન ગઢવી (બાટી),જવાહર ગઢવી, દિવંગત વિદ્વાનો (મરણોત્તર સન્માન) જીવાભાઈ પિંગલશી નરેલા, કવિ શ્રી કાન, જાદવજીબાપા (મોજાડીવાળા), વિજયકરણ મેહડુ તથા દાદુદાન ખુમદાન અને રાજસ્થાનના વિદ્વાનોમાં પદ્મશ્રી સુખદેવસિંહ બારહઠ, માધવ હાડા, ધનંજયાબેન અમરાવત, મહાદાનસિંહ બારહઠ તથા ભવરદાન રત્નુનુ સન્માન

રાજકોટ તા.૨૨ કાગધામ મજાદરમાં કવિ કાગબાપુની પુણ્યતિથિ સાથે લોકસાહિત્ય સન્માન સાથે કાગ વંદના સમારોહ યોજાઈ ગયો આ પ્રસંગે પૂ.મોરારીબાપુએ શંકરાચાર્યજીના પંચ દેવને કાગબાપુએ કવિતા રૂપે સમાજને આપ્યા હોવાનું કહ્યું.

        પદ્મશ્રી કવિ શ્રી દુલા કાગ 'કાગબાપુ' પુણ્યતિથિ કાગચોથ પ્રસંગે પૂ. મોરારીબાપુના સાનિધ્ય સાથે સાહિત્યકાર, વિદ્વાનો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકસાહિત્ય સન્માન સાથે કાગ વંદના સમારોહ યોજાઈ ગયો. 

આ પ્રસંગે શ્રી મોરારિબાપુએ શંકરાચાર્યજીના પંચ દેવને કાગબાપુએ કવિતા રૂપે સમાજને આપ્યા હોવાનું કહ્યું. કાગ બાપુ કાકભૂષુંડી અને કાગબાપુની તુલનાત્મક વાત કરતાં મજાદરથી માનસરોવરની યાત્રાનો ભાવ જણાવી સનાતન ધર્મના પાંચેય દેવોની પૂજા આ ફળિયાએ કરી હોવાનું પૂ.મોરારીબાપુએ કહ્યું અને ઉમેર્યું કે, કાગબાપુએ જગદગુરુ શંકરાચાર્યજીના પંચદેવને કવિતા રૂપે સમાજને આપી છે. 

 

પૂ.મોરારીબાપુએ આ ઉપક્રમ વ્યક્તિપૂજા પરંતુ લોકસાહિત્ય સેવાની સ્મૃતિની વંદના હોવાનું જણાવી કાગબાપુની ચેતનાને વંદન કરેલ હતા.

 

આ સમારોહમાં પૂ.મોરારીબાપુના હસ્તે લોક સાહિત્યકારોને 'કવિ શ્રી કાગબાપુ લોકસાહિત્ય સન્માન અર્પણ થયાં હતા. અહીંયા મંચ કાર્યક્રમ માટે ધીરુભાઈ સરવૈયા, અનવર મીર, કમલેશ જામંગ, ભારતીબેન કુંચાલા તથા ભાનુભાઈ વોરા, સંશોધન ક્ષેત્રે તીર્થંકર રોહડિયા, પ્રવીણ મધુડા, દિનેશ માવલ, બલરામ ચાવડા તથા રામભાઈ બારોટ ચારણી સાહિત્ય રજૂઆત ક્ષેત્રે અચલદાન બોક્ષા, ચેતન ગઢવી, જીતુ દાદ ગઢવી, ઈન્દુબેન ગઢવી (બાટી) તથા જવાહર ગઢવી, દિવંગત વિદ્વાનો (મરણોત્તર સન્માન) જીવાભાઈ પિંગલશી નરેલા, કવિ શ્રી કાન, જાદવજીબાપા (મોજાડીવાળા), વિજયકરણ મેહડુ તથા દાદુદાન ખુમદાન અને રાજસ્થાનના વિદ્વાનોમાં પદ્મશ્રી સુખદેવસિંહ બારહઠ, માધવ હાડા, શ્રી ધનંજયાબેન અમરાવત, મહાદાનસિંહ બારહઠ તથા ભવરદાન રત્નુનો સમાવેશ થાય છે.

 

કાગધામમાં આ પ્રસંગે પ્રાધ્યાપક રમઝાન હસણિયા દ્વારા અભ્યાસપૂર્ણ રીતે દુલા કાગ રચના અને તેનું લોકભાષા વૈવિધ્યનું વર્ણન કર્યું અને કહ્યું કે, શાસ્ત્રીની વાત લોકભાષામાં તેઓએ આપી છે.

 

આ સમારોહમાં પ્રકાશનોના લોકાર્પણ પ્રસંગે  વસંતભાઈ ગઢવીએ આ પ્રકાશન ઉપક્રમથી કાગને જાણી અને માણી શકાશે તેમ જણાવી પૂ મોરારીબાપુ પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો. 

'કાગને ફળિયે કાગની વાતું' અને સન્માન પ્રસંગે જયદેવભાઈ કાગે સ્વાગત ઉદ્બોધન કરેલ. બાબુભાઈ કાગે સૌને આવકાર્યા હતા. સંચાલનમાં રાજુભાઈ દવે રહ્યાં હતાં. 

શ્રી કાગબાપુ રજત મહોત્સવ અને પુણ્યતિથિ પ્રસંગે જાણીતા લોકસાહિત્યકાર કલાકારોએ કાગવાણી સાથે પોતાની વાણી કલાનો લાભ આપ્યો હતો.તેમ જયદેવભાઈ

માંકડ(તલગાજરડા),મૂકેશ પંડિત(ઈશ્વરિયા)ની યાદીમાં જણાવાયું છે.

(12:04 PM IST)