News of Sunday, 22nd February 2026
જામનગરના પટ્ટણીવાડ,સુમરાચાલી, ટીટોડીવાડી,ખોજાનાકા વિસ્તારમાં જીલ્લા પોલીસ તથા પીજીવીસીએલ ટીમનુ વીજચેકીંગ કોમ્બીંગ ઓપરેશન કામગીરી : વીજ ચોરીના ૮ કેસ : રૂ.૭,૭૬,૬૦૩નો દંડ : જુઓ વિડિયો
પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ અશોક કુમાર (IPS) તથા જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS)ની સુચનાથી જામનગર શહેરના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ કાર્યવાહી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૨ : પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ, અશોક કુમાર (IPS) નાઓએ તથા જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS)નાઓની સુચનાથી જામનગર શહેર ના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા નાઓના માર્ગદર્શન મુજબ સીટી એ ડીવી. પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી.એન.એ.ચાવડા તથા એલ.સી.બી. પો.ઇન્સ. વી.એમ.લગારીયા તથા એસ.ઓ.જી. પો.ઇન્સ બી.એન.ચૌધરી તથા સીટી એ ડીવી. પો.સ્ટે. સર્વેલન્સ સ્કોડ, એલ.સી.બી.,એસ.ઓ.જી તથા પેરોલ સ્કોડના સ્ટાફ સાથે PGVCL ના ડેપ્યુટી એન્જીનીયરશ્રી એસ.આર.પરમાર તથા જુનીયર એન્જીનીયર વી.જી.શર્મા તથા એચ.એમ.વડગામા તથા PGVCL ની ટીમો સાથે પટણીવાડ,સુમરાચાલી, ટીટોડીવાડી,ખોજાનાકા વિસ્તારમાં અસામાજીક ઇસમોની ગેરકાયદેસર પ્રવુતિ નિયંત્રણમાં રહે અને કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાય રહે તે માટે જામ સીટી એ ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારમા ખાસ કોમ્બીંગ ઓપરેશન દરમ્યાન નીચે મુજબ ના ઇસમોને ત્યા વીચચોરી કરતા હોવાનુ જણાય આવેલ,
(૧) રેહાન ઇકબાલ બેલીમ પટણી રહે.પટણીવાડ વાળાના મકાને (એકસ્ટ્રા વાયર થી વીજચોરી પકડાયેલ)
(દંડ રૂ.૨૦૬૩૧૩.૬૭)
(૨) જુનેદ અબ્દુલરજાકભાઇ પટણી રહે. પટણીવાડ વાળાના મકાને (એકસ્ટ્રા વાયર થી વીજચોરી પકડાયેલ)
(દંડ રૂ.૨૪૯૪૪૦.૨૫)
(૩) હનીફભાઇ ઉમરભાઇ પંજા રહે. પટણીવાડ વાળાના મકાને (ડાયરેકટ લંગર વાયર થી વીજચોરી પકડાયેલ) (દંડ રૂ.૨૫૨૩.૫)
(૪) શહેનાઝ ફારૂકહુશેન શેખ રહે.પટણીવાડ વાળાના મકાને (એકસ્ટ્રા વાયર થી વીજચોરી પકડાયેલ) (દંડ રૂ.૧૦૩૧૬૮.૦૨)
(૫) અખતર હસનભાઇ કોઠારી રહે. પટણીવાડ વાળાના મકાને (ડાયરેકટ લંગર વાયર થી વીજચોરી પકડાયેલ) (દંડ રૂ.૯૦૧૨૩.૪૩)
(૬) અબ્દુલગની ઉમરભાઇ બસર વાધેર રહે. મચ્છીપીઠ વાધેરવાડો વાળાના મકાને (વીજચોરી પકડાયેલ)
(દંડ રૂ.૨૦,૦૦૦/-)
(૭) નુરમામદ હાસમભાઇ ખફી રહે. કિશાન ચોક,જામનગર(એકસ્ટ્રા વાયર થી વીજચોરી પકડાયેલ)
(દંડ રૂ.૧,૦૦,૦૦૦/-)
(૮) હુસેન ઓસમાણ મુરીમા રહે. જામનગર ટીટોડીવાડી (ડાયરેકટ લંગર વાયર થી વીજચોરી પકડાયેલ)
(દંડ રૂ.૫૦૩૪.૬૩)
નોંધઃ- ઉપરોકત ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોના રહેણાંકે ચેકીંગ કાર્યવાહી દરમ્યાન ડાયરેકટ લંગર થી વિજચોરી કરતા-૪ તથા કેસો તથા મીટર હોવા છતા પાવરચોરી કરતા-૪ કેસો કરી,તથા દંડ રૂ.૭,૭૬,૬૦૩/- અને વિજજોડાણ કાપી નાખેલ છે.
તેમજ અગાઉ ગુનાહિત પ્રવુતિ ધરાવતા તેમજ વજચોરી કરતા પકડાયેલ ૧૦ થી વધુ ઇસમોને ત્યા પણ વીજચેકીંગ કાર્યવાહી કરવામા આવેલ હતી,
તેમજ કાલ તા.૨૧/૦૨/૨૦૨૬ ના રાત્રીના પાંચહાટડી સૈફી હોસ્પીટલ પાસે ના બનાવમા ફરીયાદીઃ- ઓસમાણ મુસાભાઇ ખફી ને માર મારવાના ગુનામા સંડોવાયેલ આરોપીઓ, રેહાન ઇકબાલ બેલીમ,સદામ ઉર્ફે ઇંડો શેખ, રઉફ બેલીમ શાહનવાઝ ખીલજી,શાકીર ખીલજી, મહમદ પંજા, અલસમ કાદર શેખ, સદામ હનીફ પંજાને પકડી પાડવા ખાસ કોમ્બીંગ ઓપરેશન હાથ ધરવામા આવેલ,
આ કામગીરી નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ પો.ઇન્સ. એન.એ.ચાવડા સીટી એ ડીવી. પો.સ્ટે. તથા વી.એમ.લગારીયા પો.ઇન્સ. એલ.સી.બી. તથા બી.એન.ચૌધરી પો.ઇન્સ. એસ.ઓ.જી. તથા સીટી એ ડીવી. પો.સ્ટે. સર્વેલન્સ સ્કોડ, એલ.સી.બી.,એસ.ઓ.જી તથા પેરોલ સ્કોડ દ્વારા કરવામાં આવેલ છે. PGVCL ના ડેપ્યુટી એન્જીનીયર એસ.આર.પરમાર તથા જુનીયર એન્જીનીયર વી.જી.શર્મા તથા શ્રી એચ.એમ.વડગામા તથા PGVCL ની ટીમ કામગીરી કરવામા આવેલ છે.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
