તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 22nd February 2026
વિછિયા પંથકમાં વીજચોરી સામે મોટી કાર્યવાહી : PGVCLની ટીમે દરોડા પાડતા આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો
LCB, SOG, ક્રાઈમ બ્રાન્ચ સહિતની પોલીસની ટીમોએ કોમ્બિંગ હાથ ધર્યું. જસદણ, વિંછીયા, આટકોટ, ભાડલા સહિતની પોલીસ સર્ચમાં જોડાઈ

રાજકોટના વિંછીયા વિસ્તારમાં વીજ ચોરીની આશંકાએ પોલીસે દરોડા કર્યા હતા. PGVCLની ટીમે દરોડા પાડતા આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે, આકડીયા ગામમાં 8 આરોપીઓના રહેણાંક મકાનમાં સર્ચ હાથ ધરાયું હતું . LCB, SOG, ક્રાઈમ બ્રાન્ચ સહિતની પોલીસની ટીમોએ કોમ્બિંગ હાથ ધર્યું હતું . જસદણ, વિંછીયા, આટકોટ, ભાડલા સહિતની પોલીસ સર્ચમાં જોડાઈ છે . ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના વીજ કનેક્શન કપાયા હતા . 74 ગેરકાયદે વીજ જોડાણ અને 12,500 મીટરના ગેરકાયદે કેબલ મળ્યા હતા . આરોપીઓના 2 જેટલા વાહનો ડિટેઈન કરી વીજ ચોરોને દંડ ફટકારાયો. હતો જસદણ PGVCLએ વીજ ચોરી મામલે રૂ. 68 લાખનો દંડ ફટકાર્યો. કોંમ્બિંગમાં જોડાયેલી પોલીસની ટીમના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા હતા .
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
