News of Monday, 23rd February 2026
સાવરકુંડલાના ભુવા ગામ પાસે બે ફોરવીલ ટકરાતા એકનું મોતઃ અગીયારને ઇજા

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા.૨૩: સાવરકુંડલા તાલુકાના ભુવા અને અમળતવેલ ગામ વચ્ચે રવિવારે સવારે દસ વાગ્યાના સુમારે બે ફોરવીલ સામ સામે ટકરાતા આદસંગ ગામના ફોરવીલ ચાલકનું ઘટના સ્થળે મળત્યુ થયું હતું જ્યારે બંને ફોરવીલ નાં મળી ૧૧ જણાને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અકસ્માતની પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામથી ખુમાણ પરિવાર ના સભ્યો ફોરવીલ કાર નં.GJ 14BG 4519 માં સાવરકુંડલા પાસેના જુનાસાવર ગામે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યાં હતા ત્યારે શિહોર થી મોતીસર ગીર ગામે સપ્તાહમાં જઈ રહેલા પરિવારની કાર આડી ગાય ઉતરતા તે કારના ચાલકે ગાય તારવવા જતા આદસંગથી આવી રહેલ કાર સાથે સામસામે ધડાકાભેર અથડાય પડી હતી આ અકસ્માતમાં આદસંગ ગામના કારચાલક કુલદીપભાઈ ચંપૂભાઈ ખુમાણ ઉંમર વર્ષ ૨૪ નું મળત્યુ થયું છે જયારે આદસંગ ના ચાર અને શિહોર ,ભાવનગર ના સાત સભ્યો મળી ૧૧ જણાને ગંભીર ઇજાઓ થતા તમામ ને પ્રથમ સાવરકુંડલા અને બાદમાં અમરેલી અને ત્યાંથી આગળ સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે બનાવવાની જાણ થતા સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતીક નાકરાણી, શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ,મંત્રી રાજુ નાગ્રેચા, મોહિત સુદાની, યુવા ક્ષત્રિય અગ્રણી કેતનભાઈ ખુમાણ સહીત શહેરના અન્ય સેવાભાવી યુવકો પણ હોસ્પિટલે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્તોને સારવારમાં અને અમરેલી રિફર કરવામાં મદદરૂપ બન્યા હતા બનાવની જાણ થતા ધારાસભ્ય મહેશભાઈ કસવાળા પણ તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયા હતા અને તેમણે અમરેલી રીફર કરેલા ઇજાગ્રસ્તો ને તાત્કાલિક સારવાર મળે તે માટે ટેલિફોનિક સૂચનાઓ આપી હતી બનાવ અંગે આદસંગ ગામના મહેશભાઈ દેવાયતભાઈ ખુમાણે સાવરકુંડલા રૂરલ પોલીસમાં અજાણ્યા કાર ચાલકે બેફિકરાઈ થી કાર ચલાવી અકસ્માત સર્જ્યા ની રૂરલ પોલીસમાં ફરિયાદ લખાવી છે બનાવની તપાસ પીએસઆઇ મુસડ ચલાવી રહ્યા છે બનાવ ની કરુણતા એ છે કે આદસંગ ગામનો પરીવાર પોતાના ગંતવ્ય સ્થાન જુનાસવાર ગામ થી થોડોક જ દૂર હતો ને આ ગમખ્વાર અકસ્માતમાં આશાસ્પદ યુવાન નુ કરુણ મળત્યુ થયું છે.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
