News of Monday, 23rd February 2026
સરકારનાં નિર્ણયને આવકારતા ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૩: યુવક યુવતી પ્રેમ લગ્ન કરવા ઘરેથી ભાગી જઇ લગ્ન કરતા હોય છે.આ સંજોગો માં માતા પિતાની હાલત લાચાર બનતી હોય છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા એક સરાહનીય નિર્ણય લઇ લગ્ન નોંધણીમાં વાલીની સહી ફરજીયાત કરાતા આ નિર્ણય ને ધારાસભ્ય ગીતાબા જાડેજાએ આવકાર્યો છે.
ગીતાબા જાડેજાએ જણાવ્યું કે આજે જ્યારે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સરકારશ્રી દ્વારા ગુજરાતમા લગ્ન નોંધણી બાબતનો ખરડો પસાર થયો તેમાં મારી પણ સહી હોય હું ખૂબ મારી જાતને ભાગ્ય શાળી ગણું છું કારણ કે દરેક સમાજની એક ઐતિહાસિક ખાસિયત હોય છે. દરેક ધર્મ, સંપ્રદાય કે જાતિ ના લોકોને પોતાના સાંસ્કળતિક વારસાને જાળવવાનો પૂરેપૂરો હક હોય છે દરેક સમાજનો એક ઇતિહાસ હોય છે ત્યારે યુવાન દીકરા દીકરીઓ આ વારસાને જાળવવામાં નિષ્ફળ સાબિત થતા હોય ત્યારે આગામી દિવસોમાં સાંસ્કળતિક વારસાની ધરોહર તૂટી પડે તો આ સાંસ્કળતિક મૂલ્યોને જાળવવા માટે અમારી સરકારશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો તે સરાહનીય છે. આગામી વર્ષોમાં દરેક રાજ્યોમાં પણ આનું અનુકરણ થાય તેવું આપણે સહુ ઇચ્છીએ પરંતુ આજે જ્યારે ગુજરાતની વિધાનસભામાં અમારી ઉપસ્થિતિમાં આ નિર્ણય લીધો છે ત્યારે હું ,આ નિર્ણય લેવડાવામાં જે લોકોનો ફાળો છે તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ઉપ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વિધાનસભાના અધ્યક્ષ, તેમજ અમારા પાર્ટીના સાથી સદસ્યશ્રીઓનો વ્યક્તિગત ધોરણે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
