<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

ધ્રોલમા શ્રી એમ ડી મહેતા એજ્‍યુકેશન ટ્રસ્‍ટ તથા સુરધન દાદા મંદિર ટ્રસ્‍ટના સહયોગથી સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓમાં માર્ગદર્શન સેમિનાર યોજાયો

વક્‍તા તરીકે શૈલેષભાઈ સગપરિયા (પળર્વ ઓફિસર સ્‍પીપા) તરફથી માર્ગદર્શન અપાયુ : આ શિબિરમાં શહેર તેમજ તાલુકાના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી

(હસમુખરાય કંસારા દ્વારા)ધ્રોલઃ તા.૨૩,શ્રી એમ ડી મહેતા એજ્‍યુકેશન ટ્રસ્‍ટ તથા સુરધન દાદા મંદિર ટ્રસ્‍ટના સહયોગથી ગુજરાત સરકાર શ્રી દ્વારા બમ્‍પર ૫,૩૭૦ જેટલી ભરતીની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓમાં સફળ થવા માટેનો માર્ગદર્શન સેમિનાર અત્રેની એમ ડી મહેતા ટ્રસ્‍ટ ખાતે યોજવામાં આવેલ હતો.

ધ્રોલ ખાતે યોજાયેલા માર્ગદર્શન સેમિનારમાં વક્‍તા તરીકે શૈલેષભાઈ સગપરિયા (પળર્વ ઓફિસર સ્‍પીપા) તરફથી માર્ગદર્શન આપવામાં આવેલ આ પ્રસંગે એમ ડી મહેતા એજ્‍યુકેશન ટ્રસ્‍ટના સેક્રેટરી સુધાબેન ખંઢેરીયા તથા સુરધન દાદા મંદિર ટ્રસ્‍ટના પ્રમુખ ભાવિનભાઈ અનડકટ સહિત એમ ડી મહેતા ટ્રસ્‍ટના શૈક્ષણિક વિભાગો નો સ્‍ટાફ તથા શહેરના શૈક્ષણિક સંકુલોના શિક્ષકોએ હાજરી આપી હતી આ શિબિરમાં શહેર તેમજ તાલુકાના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી હતી.

 આ સેમીનારના શુભ શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવેલ તેમજ વક્‍તા શૈલેષભાઈ સગપરીયાનું સુધાબેન ખંઢેરીયાએ શાલ ઉઠાડીને સન્‍માન કરવામાં આવેલ.

 આ સેમિનાર ના આયોજનના સહભાગી ભાવિનભાઈ અનડકટે વક્‍તા શૈલેષભાઈ સગપરીયા તથા એમ ડી મહેતા ટ્રસ્‍ટના સંચાલકો તેમજ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ આ સેમિનાર નો લાભ લેવા પધારેલ તે તમામને શુભેચ્‍છા પાઠવી હતી કાર્યક્રમના અંતે આભાર વિધિ સુધાબેન ખંઢેરીયાએ કરેલ હતી.(તસ્‍વીરઃઅમિત કંસારા-ધ્રોલ)

(10:52 AM IST)