News of Monday, 23rd February 2026
બાલાગામના પાટીયે કારની ઠોકરે રિક્ષા રોડ નીચે ઉતરીઃ અમદાવાદના તરૂણભાઇનું મોતઃ પાંચને ઇજા
મૃતક પોતાના સાળાનું સગપણ નક્કી કરવા પત્નિ, પુત્ર સાથે ગયા હતાં: પરત આવતી વખતે બનાવઃ તેમના પત્નિ, પુત્ર અને કોયલાણાના કરણસિંહ રાયજાદા રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૩: માંગરોળથી ગડુ શેરબાગ તરફ જતાં રસ્તા પર બાલાગામના પાટીયા પાસે કારની ઠોકરે રિક્ષા ચડી જતાં રોડ નીચે ઉતરી જઇ પલ્ટી મારી જતાં તેમાં બેઠેલા છથી વધુ લોકોને ઇજા થઇ હતી. જેમાંથી અમદાવાદના એક દંપતિ, પુત્ર તથા કેશોદ કોયલાણાના એક વૃધ્ધને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. જેમાંથી અમદાવાદના પ્રોૈઢનું મોત થયું છે. જ્યારે તેમના પત્નિ, દિકરાને ઇજાઓ થઇ હોઇ સારવાર હેઠળ છે. આ પ્રોૈઢ પોતાના સાળાનું સગપણ નક્કી કરવા માટે કેશોદ નજીકના ગામે ગયા હતાં.
જાણવા મળ્યા મુજબ અમદાવાદ જુના વાડજમાં રેહતાં તરૂણભાઇ સવાભાઇ પરમાર (ઉ.વ.૪૯)ના સાાળ હાર્દિકભાઇનું સગપણ નક્કી કરવાનું હોઇ તરૂણભાઇ પોતાના પત્નિ હીનાબેન (ઉ.વ.૪૨) અને દિકરા શોૈર્ય (ઉ.વ.૧૭)ને લઇને કેશોદ ગયા હતાં. ત્યાંથી સાળા માટે કન્યા જોવા નજીકના ગામે ગયા હતાં. ગઇકાલે આ બધા રિક્ષામાં બેસી માંગરોળ-ગડુ તરફના રોડ પરથી કેશોદ તરફ જતાં હતાં ત્યારે રસ્તામાં બાલાગામના પાટીયા પાસે રિક્ષાને કારચાલકે ઉલાળી દેતાં રિક્ષા રોડ નીચે ઉતરી ગઇ હતી.
આ અકસ્માતમાં તરૂણભાઇ, તેમના પત્નિ, દિકરા અને મુસાફર તરીકે બેઠેલા કેશોદના કોયલાણાના કરણસિંહ રાણાજી રાયજાદા (ઉ.વ.૬૫), તેમના ભાઇ જનકસિંહ રાણાજી રાયજાદા (ઉ.વ.૪૫) અને હરપાલસ્ંિહ પ્રવિણસિંહ રાયજાદા (ઉ.વ.૪૦)ને ઇજાઓ થતાં કેશોદ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
ત્યાંથી કરણસિંહ તેમજ તરૂણભાઇ, તેમના પત્નિ હીનાબેન, દિકરા શોૈર્યને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ તરૂણભાઇનું મોડી રાતે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ પ્રાઇવેટ નોકરી કરતાં હતાં. સંતાનમાં બે દિકરા છે. પોતે એક બહેન ત્રણ ભાઇમાં ત્રીજા હતાં.
ગંભીર ઇજાગ્રસ્ત કરણસિંહ રાયજાદા સગાનું અવસાન થયું હોઇ તેમના ખરખરે જામખંભાળીયાના વડધરા ગામે ગયા હતાં. ત્યાંથી પરત આવતી વખતે રિક્ષામાં બેઠા હતાં. તેઓ સારવાર હેઠળ છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કેશોદ પોલીસને જાણ કરી હતી.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
