News of Monday, 23rd February 2026
થાનગઢમાં વંદે ભારત ટ્રેનની હડફેટે યુવકનું મોત

વઢવાણ તા.૨૩: થાનગઢમાં મામલતદાર કચેરી સામે આવેલા રેલવે ટ્રેક પર શનિવારે સાંજે એક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી વંદે ભારત ટ્રેનની અડફેટે આવતા આશરે ૩૦ વર્ષના એક અજાણ્યા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
વંદે ભારત ટ્રેન થાનગઢ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે યુવાન રેલવે ટ્રેક પર આવી ગયો હતો. ટ્રેનની ટક્કરથી યુવાન એટલો જોરથી ફંગોળાયો કે તેનું સ્થળ પર જ મૃત્યુ થયું.
આ અકસ્માત મામલતદાર કચેરી સામેના રેલવે ટ્રેક પર થયો હતો.સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે મૃતક યુવાન માનસિક રીતે અસ્થિર હોઈ શકે છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ઘટનાની જાણ થતાં જ થાનગઢ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
