<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

કિર્તી પટેલના સાંજે રિમાન્‍ડ પુરાઃ જેલહવાલે કરાશે

બાદમાં બીજા ર ગુન્‍હામાં પોલીસ દ્વારા ફરી ધરપકડ કરીને પૂછપરછ કરાશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૩: યુ-ટયુબર કિર્તી પટેલની ધરપકડ બાદ આજે સાંજ સુધીના રિમાન્‍ડ કોર્ટ દ્વારા મંજુર કરાયા છે જે સાંજે પુરા થયા બાદ તેને જેલહવાલે કરાશે અને ત્‍યારબાદ બીજી બે ફરિયાદમાં તેની સામે કાર્યવાહી કરવા ફરીથી ધરપકડ કરાશે. જૂનાગઢ રેન્‍જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક  સુબોધ ઓડેદરાની તથા ના.પો.અધિ. રવિરાજસિંહ પરમારની સુચના અને માર્ગદર્શન મુજબ ગુન્‍હાના કામે નાસતા ફરતા આરોપીઓને તાત્‍કાલીક પકડી પાડવા ખાસ સુચના કરેલ હતી. આરોપી કિર્તી પટેલએ સાધુ સંતો અને સનાતન ધર્મના ખોટા વિડીયો બનાવી સોશિયલ મિડીયામાં અપલોડ કરી, વાયરલ કરી ખોટી પ્રસિધ્‍ધી મેળવી, પોતાના વ્‍યુઅર્સ વધારતા હોય અને ફરિયાદી સનાતના ધર્મને ખુબ જ માન આપતા હોય જેથી ફરિયાદીએ કિર્તી પટેલએ બનાવેલ વિડીયોનો વિરોધ કરેલ અને તેવા વિરોધ કરતા વિડીયો બનાવી સોશિયલ મિડીયા ઉપર ફરિયાદીએ અપલોડ કરી, સાચી હકીકતને સમર્થન આપતા, કિર્તી પટેલ તથા તેના સાગરીતોએ સાથે મળી, એકાબીજાની મદદગારી કરી ફરિયાદીને ઇન્‍સ્‍ટાગ્રામ તથા વોટ્‍સએપમાં વોઇસ કોલ કરી, તારા આવા વિડીયોના કારણે અમારા વ્‍યુઅર્સ ઘટી ગયેલ છે. તે જે વિડીયો અપલોડ કરેલ છે તે હટાવી નાખ, અને રૂપીયા વીસ લાખ આપી દે, નહિતર તને બળાત્‍કારના કેસમાં ફીટ કરાવી જેલમાં મોકલી દેશુ તેમજ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા ફરીયાદીએ આવી ધમકીઓથી ડરી જઇને ફીનાઇલ પી જતા હોવાનો વીડીયો બનાવી વાયરલ કરેલનો બનાવ બનતા ગુન્‍હો રજીસ્‍ટર થયેલ છે. આ ગુન્‍હાના કામેની તપાસ પો.ઇન્‍સ. એફ.બી.ગગનીયા નાઓ ચલાવી રહેલ હોય જે ગુન્‍હાના કામે મુખ્‍ય સુત્રધાર સોશ્‍યલ મીડીયા ઇન્‍ફ્‌લુએન્‍સર કિર્તી પટેલ તથા તેના સાગરીતો નાસતા ફરતા હોય તેમજ આ કિર્તી પટેલ વિરૂધ્‍ધ ભવનાથ પો.સ્‍ટે.માં પણ ફરજ રૂકાવટનો ગુન્‍હો તથા ધાર્મીક લાગણી દુભાવવાનો ગુન્‍હો પણ નોંધાયેલ હોય અને તેમાં પણ નાસતા ફરતા હોય જેથી તમામ આરોપીઓને તાત્‍કાલીક પકડવા સારૂ જીલ્લાના ક્રાઇમ બ્રાંચ, તાલુકા પો.સ્‍ટે. તથા એસ.ઓ.જી તથા પેરોલ ફર્લો સ્‍ક્‍વોડની અલગ અલગ ટીમો બનાવી તપાસમાં હતા દરમ્‍યાન પેરોલ ફર્લો સ્‍કવોડના પો.સબ.ઇન્‍સ. એસ.એ.સોલંકી નાઓએ મળેલ બાતમી હકીકત આધારે ગુન્‍હાના મુખ્‍ય સુત્રધાર કિર્તી પટેલને રાજસ્‍થાનના ઉદયપુર ખાતેથી મળી આવતા હસ્‍તગત કરી અત્રે પો.સ્‍ટે. રજુ કરતા ગુન્‍હાના કામે ધોરણસર અટક કરી રીમાન્‍ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ આ કામે પકડવાના બાકી અન્‍ય આરોપીઓની શોધખોળ ચાલુમાં છે. આ કામગીરી પો.ઇન્‍સ. એફ.બી.ગગનીયા જુનાગઢ તાલુકા પો.સ્‍ટે. તથા પેરોલ ફર્લો સ્‍કોડના પો.સ.ઇ. એસ.એ.સોલંકી તથા પો.હેડ કોન્‍સ. સાહિલભાઇ સમા તથા પો.હેડ કોન્‍સ. પળથ્‍વીરાજ વાળા તથા પો.કોન્‍સ. દિવ્‍યેશભાઇ ડાભી તથા વુ.પો.કોન્‍સ. વિરલબેન દવેએ કરેલ છે. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા- જુનાગઢ)

(1:11 PM IST)