તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd February 2026
પગપાળા ચાલીને દ્વારકા જતી જસદણ પંથકની મહિલાનું ક્રેઈને હડફેટે મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૩: પંચ એ પોલીસ સ્ટેશનમાં વલ્લભભાઈ રામાભાઈ ખટાણા, ઉ.વ.૩૩, રે. ગઢડીયા જામ, તા.જસદણ, વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, વલ્લભભાઈના માતા જેઠીબેન રામાભાઈ ખટાણા તથા ફરીયાદી વલ્લભભાઈના ફઈના દિકરી રાધાબેન ગભરૂભાઈ ખાંભલા તથા કમુબેન તથા આરતીબેન એ રીતના રાજકોટથી પગપાળા ચાલીને દ્વારકા જતા હતા ત્યારે જામનગર કાલાવડ હાઈવે રોડ ઉપર રાજ ખોડલ હોટલથી આગળ મોટા થાવરીયા ગામના પાટીયા થી થોડાક આગળ ચાલીને જતા હતા ત્યારે પાછળથી ક્રેઈન સીજી ૧૦ એ એસ-૩૬૬પ વાળાના ચાલકે ઠોકર મારતા ફરીયાદી વલ્લભભાઈના માતા જેઠીબેનને માથાના ભાગે ગંભીર ઈજા થતા મરણ જતા તથા ફરીયાદી વલ્લભભાઈના ફુઈના દિકરી રાધાબેનને ડાબા પગમાં ઘુંટણથી નીચેના ભાગે ગંભીર ઈજા કરી ગુનો કરેલ છે.
પત્નિને દુઃખ ત્રાસ આપ્યાની રાવ
પંચ એ પોલીસ સ્ટેશનમાં ભાવાનાબેન પરેશકુમાર આશા તે ડો/ઓ. જેતીલાલ રાજગોર, ઉ.વ.૩૮, રે. હાપા કિષ્ના પાર્ક-૦૩, મકાન નં.૬ એ ફરીયાદ નોંધાવી છે કે, આજથી બે માસ પહેલા ફરીયાદી ભાવનાબેનના પતિ પરેશકુમાર એ ફરીયાદી ભાવનાબેનને ત્રાસ આપી હેરાન પરેશાન કરતા હોય તેમજ ગઈ તા.૧૩-૧-ર૦ર૬ ના રોજ ફરીયાદી ભાવનાબેન તેમના માતા સાવીત્રીબેનને ત્યાં હાજર હતા ત્યારે ફરીયાદી ભાવનાબેનના પતિ પરેશકુમાર ત્યાં આવીને ફરીયાદી ભાવનાબેનને ગાળો બોલી ફરીયાદી ભાવનાબેનના માતા સાવીત્રીબેન સાથે ઝપાઝપી કરવા લાગેલ હોય અને ફરીયાદી ભાવનાબેનને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય આમ ફરીયાદી ભાવનાબેનના પતિ પરેશકુમાર ને છેલ્લા બે ત્રણ મહિનાથી ફરીયાદી ભાવનાબેન થી અલગ બીજા મહીલા નયના મોતા સાથે પ્રેમ સબંધ હોય જેથી તેમના સાથે રહેવા જતા રહેલ હોય અને ફરીયાદી ભાવનાબેનને રાખવા માગતા ન હોય અને માન પાન આપતા ન હોય જેથી આરોપી પરેશકુમાર એ ફરીયાદી ભાવનાબેનને અવાર નવાર હેરાન પરેશાન કરી ગુનો કરેલ છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
