<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

જામનગરમાં છોકરા ન થતા ત્રાસ આપતા પત્‍નીએ ઝેરી દવા પીધી

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૩: અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં હિનાબેન જીગ્નેશભાઈ મરદાનીયા, ઉ.વ.૩૦, રે. નીલકઠ પાર્ક, શેરી નં.૪ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, બેડી રીંગ રોડ નીલકંઠ પાર્ક શેરી નં.૪ ફરીયાદી હિનાબેનના આરોપી પતિ જીગ્નેશભાઈ દેવકરણભાઈ મરદાનીયાએ લગ્નના છ માસ બાદથી ઘરકામ બાબતે તેમજ છોકરા ન થવા બાબતે ત્રાસ આપી તા.ર૧-ર-ર૦રપ ના સાસુ-સસરાને દેરના ઘરે મુકવા બાબતે માર-મારી કરી ફરીયાદી હિનાબેનને ગાળો આપી ઝાપટ મારી જેના કારણે ફરીયાદી હિનાબેને દવા પી જતા આરોપી પતિ જીગ્નેશભાઈ સામે ફરીયાદી નોંધાવી છે

સેન્‍ટ ઝેવીયર્સ સ્‍કુલ પાસેથી બે મોટરસાયકલ ચોરી થયાની રાવ

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં અંબીકભાઈ પ્રેમજીભાઈ નડીયાપરા, ઉ.વ.૪ર, રે. સત્‍યસાંઈ સ્‍કુલ પાસે, સ્‍વસ્‍તીક સોસાયટી ભઅંબા વિજયભ એ ફરીયાદ નોંધાવી છે કે, સેન્‍ટ ઝેવીયર્સ સ્‍કુલના બંધ ગેઈટની બહાર રોડ પર ફરીયાદી અંબીકભાઈની લાલ કલરની જયુપીટર મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧૦-ઈ.ડી.-૩પ૯૭ જેની કિંમત રૂ.૪૦,૦૦૦/- તથા સાહેદ મનોહરસિંહની હોન્‍ડા જેના રજી.નં. જી.જે.૧૦-એઈ-૯ર૧ર જેની કિંમત રૂ.ર૦,૦૦૦/- આમ બંન્‍ને મોટરસાયકલની કુલ કિંમત રૂ.૬૦,૦૦૦/- ની કોઈ અજાણ્‍યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

મેચ ઉપર સટો રમતો ઝડપાયો

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હોમદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, કામદાર કોલોની ચાની હોટલ પાસે મોહન ઉર્ફે ભોલો વિરમભાઈ ઓડીચ એ જાહેરમાં ઉભો રહી પોતાના પાસે રહેલ મોબાઈલ પર હાલમાં ભારતમા ચાલી રહેલ ટી-ર૦ વલ્‍ડ કંપની ભારત અને સાઉથ આફ્રીકા વચ્‍ચેની ર૦-ર૦ ક્રિકેટ મેચ પોતાના મોબાઈલમાં એલપ્‍લેન૭૭૭ કોમ નામની એપ્‍લીકેશન પર નીહાળી  સદર ઓનલાઈન રમતા રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.ર૦૦/- તથા મોબાઈલ ફોન કિંમત રૂ.૭પ,૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૭પ,ર૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હરપાલસિંહ ભરતસિંહ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, ચાંદી બજાર સર્કલ, વાઘેશ્‍વર મંદિર પાસે અમનભાઈ દિનેશભાઈ સોલંકી એ ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.પ૦૦/- ની રાખી નીકળતા ઝડપાઈ ગયેલ છે.

જુગાર રમતા દસ ઝડપાયા

પંચ એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. કમલેશભાઈ અમુભાઈ ખીમાણીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.રર-ર-ર૦ર૬ ના ફલ્લા ગામ રામ મંદિર પાસે, સ્‍ટ્રીટ લાઈટના અજવાળે આરોપીઓ ચંદ્રેશભાઈ ભાયલાલભાઈ ધમસાણીયા, યોગેદ્રસિંહ કિરીટસિંહ, મોમ ઉર્ફે મોકલો દેવાભાઈ બાંભવા, રોહિત માડાંભાઈ બાંભવા, જયસુખભાઈ ગીરધરભાઈ વરીયા, નાગજીભાઈ ગીરધરભાઈ વરીયા, રાજભાઈ જયસુખભાઈ વરીયા, ટીડાભાઈ ભુરાભાઈ બાંભવા, સંદિપભાઈ નારણભાઈ રાઠોડ, હિતેન્‍દ્રસિંહ ભીખુભા પરમાર એ ચલણી નોટના આંકડા વડે જુગાર રમી રમાડી રોકડ રકમની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૧,૧૪૦/- તથા કુલ ૮ મોબાઈલ ફોન કિંમત રૂ.૬૬૦૦૦/- તથા ત્રણ મોટરસાયકલ જેની કિંમત રૂ.૮૦,૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૧,પ૭,૧૪૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:52 PM IST)