<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

વિસાવદર પંથકમાં કમોસમી વરસાદ : માંડાવડ ગામે વરસાદનાં છાંટા પડયા

માંડાવડ રોડ પર પાણી ફરી વળ્યા :ભરશિયાળે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર પંથકમાં કમોસમી વરસાદના આગમનનાં વાવડ મળી રહ્યા છે. ગઈકાલે રાત્રે વિસાવદર તાલુકાનાં હરિપુર ગામે વરસાદનાં છાંટા પડયા હતા ત્યારે આજે સાંજે પાંચ વાગ્યા આસપાસ તાલુકાના માંડાવડ ગામે વરસાદનાં છાંટા પડયાના સમાચારો મળી રહ્યા છે. માંડાવડ રોડ પર પાણી ફરી વળ્યા હતા. ભરશિયાળે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

(7:04 PM IST)