<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

વિવાદિત કીર્તિ પટેલને મળ્યા જામીન :20 કરોડની ખંડણી માંગવાના કેસમાં કોર્ટે જામીન મંજુર કર્યા

કીર્તિ પટેલ પર નોંધાયેલા કેસમાં તેઓને ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગુનાની કાર્યવાહી માટે હાજર રહેવાનું ફરમાન

વિવાદિત કીર્તિ પટેલની ધરપકડ 20 લાખ રૂપિયાની ખંડણી માગવાના કેસમાં કરવામાં આવી હતી. આરોપ મુજબ કીર્તિ પટેલ પર ખંડણીની માગણીનો આરોપ લાગ્યો હતો, જેને લઈને પોલીસ તપાસ શરૂ કરી હતી.     ધરપકડ પછી કીર્તિ પટેલની રિમાન્ડ પૂર્ણ થતા તેમની જામીન અરજી દાખલ કરવામાં આવી અને કોર્ટ દ્વારા તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.

  કીર્તિ પટેલના વકીલે જામીન માટે અરજી કરી હતી અને તેના પર આધારે નિર્ણય લેવામાં આવ્યો. હવે કીર્તિ પટેલને જામીન પર મુક્ત કરવામાં આવી છે. કીર્તિ પટેલ પર નોંધાયેલા કેસમાં તેઓને ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગુનાની કાર્યવાહી માટે હાજર રહેવાનું ફરમાન આપવામાં આવ્યું છે. આ માટે કીર્તિ પટેલને 24 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડશે.

 

(7:53 PM IST)