News of Monday, 23rd February 2026
મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ ર૪ બેઠકોનું અનામત જાહેર, જાણો કઈ બેઠક કોના માટે અનામત?
જાહેરનામા સાથે જ મોરબી જિલ્લાના સ્થાનિક રાજકારણમાં ગરમાવો:

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મોરબી જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓ સંદર્ભે બેઠકોની ફાળવણી અને અનામત (રોસ્ટર) પ્રથાની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ જાહેરનામા સાથે જ મોરબી જિલ્લાના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો માટે આ લિસ્ટ ખૂબ જ મહત્વનું છે, કારણ કે આના આધારે જ નક્કી થશે કે કઈ બેઠક પરથી કયા વર્ગના ઉમેદવાર ચૂંટણી લડી શકશે.
ગાંધીનગર સ્થિત રાજ્ય ચૂંટણી આયોગના સચિવ આર. જી. ગોહિલની સહીથી બહાર પાડવામાં આવેલી 'અનુસૂચિ-૧' મુજબ મોરબી જિલ્લા પંચાયતની કુલ ર૪ બેઠકોની ફાળવણી નીચે મુજબ કરવામાં આવી છે.
જિલ્લા પંચાયત બેઠકોની વિગત અને ફાળવવામાં આવેલ બેઠકનો પ્રકાર.
૧.આમરણ (મોરબી) - સામાન્ય સ્ત્રી
ર. બગથળા (મોરબી) - બિનઅનામત સામાન્ય
૩. ચંદ્રપુર (વાંકાનેર) - સામાન્ય સ્ત્રી
૪. ચરાડવા (હળવદ) - બિનઅનામત સામાન્ય
૫. ઢુવા (વાંકાનેર) - સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી
૬. ઘનશ્યામપુર (હળવદ) - સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી
૭. ઘુંટુ (મોરબી) - સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી
૮. જાંબુડિયા (મોરબી) - અનુસૂચિત જાતિ સ્ત્રી
૯. જેતપર (મોરબી) - સા.શૈ.પછાતવર્ગ
૧૦. ખાખરેચી (માળીયા મી.) - સા.શૈ.પછાતવર્ગ
૧૧. ખાનપર (મોરબી) - સા.શૈ.પછાતવર્ગ
૧ર. કોઠી (વાંકાનેર) - સામાન્ય સ્ત્રી
૧૩. લજાઈ (ટંકારા) - અનુસૂચિત જાતિ
૧૪. લુણસર (વાંકાનેર) - બિનઅનામત સામાન્ય
૧૫. મહિકા (વાંકાનેર) - સામાન્ય સ્ત્રી
૧૬. માથક (હળવદ) - સામાન્ય સ્ત્રી
૧૭. મોટા દહીંસરા (માળીયા મી.) - બિનઅનામત સામાન્ય
૧૮. નેકનામ (ટંકારા) - અનુસૂચિત આદિજાતિ
૧૯. ઓટાળા (ટંકારા) - સામાન્ય સ્ત્રી
ર૦. પંચાસીયા (વાંકાનેર) - બિનઅનામત સામાન્ય
ર૧. સાપકડા (હળવદ) - સામાન્ય સ્ત્રી
રર. સરવડ (માળીયા મી.) - સામાન્ય સ્ત્રી
ર૩. ટીકર (રણ) (હળવદ) - બિનઅનામત સામાન્ય
ર૪. તિથવા (વાંકાનેર) - બિનઅનામત સામાન્ય
આ રોસ્ટર જાહેર થતાં જ હવે રાજકીય પક્ષોએ અને દાવેદારોએ પોતપોતાના મતવિસ્તાર મુજબ ચૂંટણીલક્ષી ગણિત માંડવાનું અને તૈયારીઓ કરવાનું શરૂ કરી દીધું છે
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
