તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 24th February 2026
અમરેલીના ખાંભા ગીર પંથકના ઇંગોરાળા, નાની ધારી અને નાના વિસાવદર સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ
ક્યાંક હળવા ઝાપટાં તો ક્યાંક માત્ર છાંટાં પડતા ખેડૂતો ચિંતાતુર: કેસર કેરીના ગઢ તરીકે ઓળખાતા વિસ્તારોમાં આ કમોસમી વરસાદને કારણે બાગાયતી પાક પર અસર

અમરેલી : અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે, ખાંભા ગીર પંથકના ઇંગોરાળા, નાની ધારી અને નાના વિસાવદર સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ક્યાંક હળવા ઝાપટાં તો ક્યાંક માત્ર છાંટાં પડતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ખાસ કરીને કેસર કેરીના ગઢ તરીકે ઓળખાતા વિસ્તારોમાં આ કમોસમી વરસાદને કારણે બાગાયતી પાક પર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગાંધીનગર શહેરના અમુક ભાગો અને ગ્રામ્ય વિસ્તારમાં સામાન્ય વરસાદ ખાબક્યો છે.
(12:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
