News of Tuesday, 24th February 2026
મોરબીમાં પીએમ આવાસ યોજના 2.0 અંગે માર્ગદર્શન આપવા આજે મંગળવારે રાત્રી સભાનું આયોજન.
લાભાર્થીઓને 30 થી 45 ચોરસ મીટરના કાર્પેટ એરિયામાં તમામ ઋતુને અનુકૂળ પાકું મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે.

(પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 અંતર્ગતના BLC (બેનીફીશીયરી લેડ કન્ટ્રકશન) ઘટક હેઠળ નવી અરજીઓ સ્વીકારવા માટે એક વિશેષ રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાત્રી સભાનો મુખ્ય ઉદ્દેશ્ય આવાસ વિહોણા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળવાપાત્ર લાભોથી માહિતગાર કરવાનો છે. આ કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના આવાસ વિભાગ દ્વારા PMAY(U) 2.0 અંતર્ગત કોને અને કેવી રીતે લાભ મળી શકે છે, તેની વિસ્તૃત માહિતી આપવામાં આવશે.
આ યોજના હેઠળ લાભાર્થીઓને 30 થી 45 ચોરસ મીટરના કાર્પેટ એરિયામાં તમામ ઋતુને અનુકૂળ પાકું મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે.
આ પાકા મકાનોમાં સરળ જીવનનિર્વાહ માટે પાણી, વીજળી અને અન્ય પાયાની સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે.
રાત્રી સભાની વિગતો:
તારીખ અને વાર: ૨૪/૦૨/૨૦૨૬, મંગળવાર
સમય: રાત્રીના ૦૭:૦૦ થી ૦૮:૦૦ વાગ્યા સુધી
સ્થળ: મોરબી મહાનગરપાલિકાની ક્લસ્ટર-૭ ની કચેરી (જૂનું વિશ્વકર્મા બાલમંદિર), વાંકાનેર દરવાજા પાસે, મોરબી.
પોતાના સપનાના નવા ઘરનું બાંધકામ કરવા ઈચ્છુક તમામ આવાસ વિહોણા નાગરિકોને આ રાત્રી સભામાં ખાસ ઉપસ્થિત રહેવા માટે મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે
(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
