<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

કચ્છ યુનિવર્સિટી ખાતે વહીવટી કર્મચારીઓ માટેનો રાજ્યકક્ષાનો વર્કશોપ સંપન્ન

નિષ્ણાતો દ્વારા નવી શિક્ષણ નીતિ અને વહીવટી સુધારા અંગે માર્ગદર્શન અપાયું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪ : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારના 'નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત' (KCG) ના સહયોગથી વહીવટી સ્ટાફ માટે એક દિવસીય વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. "Empowering Administrative Staff for NEP 2020 and Governance Reforms" વિષય પરના આ કાર્યક્રમમાં યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોના 130 કર્મચારીઓએ તાલીમ મેળવી હતી.

ઉદઘાટન સત્ર:

કાર્યક્રમના પ્રારંભે યુનિવર્સિટી ગીત અને દીપ પ્રાગટ્ય બાદ વર્કશોપના સંયોજક (Coordinator) ડૉ. તેજલ જે. શેઠ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડૉ. મોહન પટેલે કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા સંદેશ પાઠવી આશીર્વચન આપ્યા હતા. કાર્યક્રમમાં અધ્યક્ષીય ઉદ્બોધન કુલસચિવ ડૉ. અનિલ ગોર દ્વારા આપવામાં આવ્યું હતું. આ ઉદઘાટન સત્રનું સંચાલન ડૉ. અમર પી. મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.

સત્ર મુજબ સંચાલન અને વિષય નિષ્ણાતો:

વર્કશોપ દરમિયાન વિવિધ વિષયો પર તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યું હતું, જેનું સત્ર વાઈઝ સંચાલન નીચે મુજબ રહ્યું હતું:

પ્રથમ સત્ર: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રો. અતુલ ગોસાઈએ વહીવટમાં AI અને સમર્થ પોર્ટલની ઉપયોગિતા સમજાવી હતી. આ સત્રના સંચાલક તરીકે ડૉ. રામ સોંદરવા (વહીવટી મેનેજર) એ સેવા આપી હતી.

જ્ઞાન સત્ર: વી.એન.એસ.જી.યુ. ના રજિસ્ટ્રાર ડૉ. રમેશદાન ગઢવીએ ઓફિસ પ્રોસિજર અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ સત્રનું સંચાલન ડૉ. હર્ષદ નિર્મલ (ગ્રંથપાલ) દ્વારા કરવામાં આવ્યું હતું.

તૃતીય સત્ર: ડૉ. પૌરવ મહેતાએ NAAC અને NIRF માં સ્ટાફની ભૂમિકા વિશે માહિતી આપી હતી. આ સત્રના સંચાલક તરીકે ડૉ. ધ્રુમા વૈદ્ય રહ્યા હતા.

પેનલ ડિસ્કશન અને પ્રમાણપત્ર વિતરણ:

કાર્યક્રમના અંતિમ ચરણમાં એક વિશેષ પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના સંચાલક તરીકે R & D સેલના ડાયરેક્ટર ડૉ. ગૌરવ ચૌહાણ રહ્યા હતા. આ ચર્ચામાં ડૉ. મહેશ બારડ, ડૉ. મૌલિક બારોટ, ડૉ. પૌરવ મહેતા અને ડૉ. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જેવા અનુભવી આચાર્યશ્રીઓએ વહીવટી પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તાલીમાર્થીઓને આયોજન સમિતિ દ્વારા પ્રતીક રૂપે પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ માટે અનુદાનિત આ જિલ્લા કક્ષાનો પ્રથમ એક દિવસીય વર્કશોપ હતો.

આયોજન ટીમ:

સમગ્ર કાર્યક્રમના સફળ આયોજનમાં સંયોજક ડૉ. તેજલ જે. શેઠ ના માર્ગદર્શન હેઠળ સહ-સંયોજક (Co-coordinators) તરીકે ડૉ. અમર પી. મહેતા, શ્રી સંકલ્પ વૈષ્ણવ અને સુશ્રી સુમન જેઠી એ મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેમની સાથે વહીવટી કર્મચારીની સમગ્ર ટીમે આ કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી, કાર્યક્રમના અંતમાં યુનિવર્સિટીના આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર શ્રી સંકલ્પ વૈષ્ણવ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

(9:41 AM IST)