<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

ગોંડલ ખાતે નર્મદાના નીરના વધામણાં: વેરીતળાવ વગર વરસાદે ઓવરફ્‌લો થશે

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૪: ગોંડલનાં વેરીતળાવ, આશાપુરા તથા સેતુબંધ ડેમનાં ઉનાળાની શરૂઆત માંજ તળીયા દેખાવા લાગતાં હોય ગોંડલ ની પ્રજા ઉપર જળસંકટ સર્જાતું રહેતું હતું.અને શહેર માં પાણીની કટોકટી વચ્‍ચે પ્રજા તરસી રહેતી હતી.પણ પુર્વ ધારાસભ્‍ય જયરાજસિહ જાડેજાએ આ સંકટને ભુતકાળ બનાવી પાણીયારી નેતાગીરી દાખવતાં છેલ્લા આઠ દશ વરસ થી સૌની યોજના હેઠળ નર્મદાનાં નીર ગોંડલ સુધી પંહોચતા કર્યા હોય ભર ઉનાળે નર્મદા નાં પાણી થી શહેર નું મુખ્‍ય જળતષાોત વેરીતળાવ છલકાઈ ઉઠે છે. આ પાણીદાર નેતાગીરી ની પ્રજાલક્ષી પરંપરા ને તેમનાં ધર્મપત્‍ની ધારાસભ્‍ય ગીતાબા જાડેજા બખુબી નીભાવી રહ્યા છે.

ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્‍યારે ગોંડલમાં પાણીનો પ્રશ્‍ન ના સર્જાય તે માટે ગોંડલના ધારાસભ્‍ય ગીતાબા જયરાજસિંહ જાડેજા ની રજૂઆતને  રાજ્‍યના મુખ્‍યમંત્રી  ભુપેન્‍દ્રભાઈ પટેલે  સ્‍વીકારી સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ગોંડલનાં સિમાડે પહોંચાડ્‍યા હતાં. આગામી પંદર થી વીસ દિવસમાં નર્મદાનાં પાણી વેરીતળાવમાં ઠલવાઈ ઓવરફ્‌લો થશે.

 નગરપાલિકા દ્વારા નર્મદાના નીરને વધાવવામાં આવ્‍યા હતા. નગરપાલિકાના પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા, ભાજપ મહામંત્રી જેકીભાઈ પરમાર, વોટર ચેરમેન શૈલેષભાઈ રોકડ, નગરપાલિકા સદસ્‍ય ઋષિરાજસિંહ જાડેજા, ગૌતમભાઈ સિંધવ, સચિનભાઈ વ્‍યાસ, સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(10:38 AM IST)