તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Tuesday, 24th February 2026
લીંબડી પાસે ૧ કરોડથી વધુનો દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયુઃ ચોરખાનામાં છુપાવેલ ૨૦૭૩૬ બોટલ મળી આવી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૪: સુરેન્દ્રનગર જિલ્લામાં ઇંગ્લિશ દારૂ ઝડપવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે સુરેન્દ્રનગરના હાઇવે ઉપરથી બુટલેગરો દ્વારા દારૂ પસાર કરી અને ત્યારબાદ અન્ય જિલ્લાઓમાં લઈ જવામાં આવતા હોવાની ફરિયાદો સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસને સતત મળતી હોય છે. ત્યારે લીંબડી નજીક પરશુરામ ધામ થી બોડિયા ગામ તરફ જતા નેશનલ હાઇવે ઉપર ટ્રકના કન્ટેનરમાં ચોરખાનું બનાવી અને દારૂની હેરાફેરીનું રેકેટ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ૨૦૭૩૬ જેટલી ઇંગ્લિશ દારૂ બોટલો ઝડપી પાડવામાં આવી છે જેમાં ઇંગ્લિશ દારૂની પ્લાસ્ટિકની નાની બોટલો નંગ ૧૬,૩૨૦ તેમજ કાચની મોટી બોટલો ૪,૪૧૬ ઝડપી પાડવામાં આવી છે અને કન્ટેનર પણ જપ્ત કરવામાં આવ્યું છે ત્યારે આ મુદ્દે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા ૧,૧૨,૭૩,૬૦૦ નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
ટ્રકનો ડ્રાઇવર અને દારૂ જથ્થો મોકલનાર અને દારૂનો જથ્થો મંગાવનાર ઇસમોની પણ શોધ પણ હાથ ધરવામાં આવી છે હાલ કોઈની અટકાયત નથી કોઈ ઝડપાયો નથી ત્યારે આ દિશામાં પણ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.(૨૩.૮)
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
