News of Tuesday, 24th February 2026
કરોડો ગુજરાતીઓને ગૌરવ અપાવી ભારતનો ઇતિહાસ રચનાર જૂનાગઢની કુ.જેન્સી કાનાબારનો અભૂતપૂર્વ સન્માન સમારોહ
જેન્સી કાનાબારને નોબલ યુનિવર્સિટીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા ગીરીશભાઇ કોટેચાની જાહેરાત : કુ.જેન્સી કાનાબારને શ્રેષ્ઠ નેશનલ બાલ પ્રતિભા એવોર્ડથી સન્માનિત કરતા સતિષ વિઠલાણી : રઘુવંશી સમાજના આગેવાનો ઉપસ્થિત

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢઃ તા.ર૪, વિશ્વભરના કરોડો ગુજરાતીઓને ગૌરવ અપાવી વૈશ્વિક સ્તરે ભારતદેશનો ઈતિહાસ રચનાર જૂનાગઢની કુ. જેન્સી દિપકભાઈ કાનાબાર ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ અન્ડર ૧૪ માં વિજેતા થતાં વિશ્વ લોહાણા મહાપરિષદ અધ્યક્ષ સતિષભાઈ વિઠ્ઠલાણી ના અધ્યક્ષ પદે જૂનાગઢની નોબલ યુનિ.ખાતે શાનદાર સન્માન સમારોહનું આયોજન ૨૧ ને શનિવારે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કુમારી જેન્સી કાનાબારને શ્રેષ્ઠ બાલ પ્રતિભાનો નેશનલ એવોર્ડ મહાપરિષસદના અધ્યક્ષ સતિષભાઈ વિઠલાણીના વરદ હસ્તે એનાયત થતા ચારેય તરફ હર્ષોલ્લાસ સાથે દેશભાવનાની લાગણી છવાઈ ગઈ હતી. વિઠ્ઠલાણીએ કુ.જેન્સી કાનાબારને બિરદાવતા જણાવ્યું હતું કે સમગ્ર સમગ્ર ગુજરાત અને ભારતનું નામ આંતરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે આ ઐતિહાસિક સિદ્ધિ યુવા પેઢી માટે પ્રેરણાષાોત સમાન છે
આ સન્માન સમારોહમાં નોબલ યુનિ.ના વી.પી.અને અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના સુપ્રીમો ગીરીશભાઈ કોટેચા, લોહાણા મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂ, મહાપરિષદના ટ્રસ્ટી નીતિન ભાઈ રાયચુરા, ઉદ્યોગપતિ પદુભાઈ રાયચુરા, એસ.પી. બી.સી.ઠક્કર સાહેબનોબલ યુનિવર્સિટીના નિલેશભાઈ ધુલેશિયા સહિત જૂનાગઢ અને જિલ્લા ના લોહાણા મહાજન પ્રમુખશ્રીઓ અને હોદેદારો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જૂનાગઢ લોહાણા મહાજન તેમજ શહેર જિલ્લાની વિવિધ સંસ્થાઓ દ્વારા પણ કુ જેન્સીનું સન્માન કરવામાં આવ્યું હતું.
લોહાણા મહાપરિષદના ઝોનલ અધ્યક્ષ કળષ્ણકાંતભાઈ રૂપારેલીયા અને યુથ પ્રેસિડેન્ટ પાર્થ કોટેચાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત
સર્વે મહાનુભાવોએ કુ.જેન્સીને શુભેરછાઓ આપી હતી. આ તકે ગીરીશ ભાઈ કોટેચા દ્વારા કુ, જેન્સી કાનાબારને નોબલ યુનિવર્સિટીની બ્રાન્ડ એમ્બેસેડર બનવાની પણ જાહેરત કરાતા ઉપસ્થિત સૌએ આ જાહેરાતને વધાવી લીધી હતી. સન્માનના પ્રતિભાવ આપતા કુ.જેન્સી ના પિતા દિપકભાઈ કાનાબારએ તમામનો આભાર વ્યક્ત કરી અને અથાગ મહેનત દ્વારા આવનાર સમયમાં કુ.જેન્સી હજુ ખૂબ જ સફળતા મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.નોબલ યુનિ દ્વારા કુ.જેનસીને રૂપિયા એક લાખ અગિયાર હજારની ધનરાશી અર્પણ કરાઈ હતી.આ ઉપરાંત અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના સુપ્રીમો ગીરીશભાઈ કોટેચા અનેક માર્ગદર્શક પદુભાઈ રાયચુરાના વરદ હસ્તે રૂપિયા એક લાખ પાંચ હજારની કિંમતનો એપલ મોબાઈલ અને એપલ વોચ એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મનપાના કોર્પોરેટર મનનભાઈ અભાણી, કોર્પોરેટર દિવ્યાબેન મનોજભાઈ પોપટ, વેરાવળ લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમભાઈ તન્ના, ભાવનગર ઝોનલ અધ્યક્ષ સુમિતભાઈ ઠક્કર, ગીરીશભાઈ ઠક્કર, ભરતભાઈ સોમૈયા, અગ્રણીઓ ભક્તિધમના રાજુભાઈ ભોજાણી, pa1 પ્રતિકભાઈ મશરૂ, સુધીરભાઈ સેજપાલ, તન્ના એકાઉન્ટના જેન્દ્રભાઈ તન્ના, વિસાવદર, માણાવદર, પોરબંદર, કોડીનાર સહિત લોહણા મહાજનના પ્રમુખ સહિત હોદેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે નોબલ યુનિ. ના જયભાઈ તલાટી, વિજયભાઈ ખખર, જગદીશભાઈ જોબનપુત્રા,ગીરીશભાઈ આડતીયા, બિપીન સોઢા, દીપલ રૂપારેલીયા વગેરે સહાયરૂપ બન્યા હતા.
સમગ્ર સમારોહ દરમ્યાન કાર્યક્રમનું સફળ સંચાલન પ્રોફેસર ખ્યાતિબેન ભુપ્તાએ કર્યું હતું.જ્યારે અંતમાં આભારવિધિ યતિનભાઈ કારીઆએ કરી હતી.(તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
