તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th February 2026
વંથલીના કણજા ગામે ૪ શખ્સનો ખૂની હુમલોઃ પ્રૌઢ, મહિલાને ગંભીર ઇજા
ખેતીની જમીનના મામલે હુમલો કર્યાની ફરિયાદ આધારે તપાસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૪: વંથલીના કણજા ગામે ૪ શખ્સએ ખૂની હુમલો કરી પ્રૌઢ, મહિલાને ગંભીર ઇજા પહોંચાડી હતી. ખેતીની જમીનના મામલે હુમલો કર્યાની ફરિયાદ આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.
ખૂની હુમલાના બનાવવા અંગે મળેલી વિગતો એવી છે કે, વંથલી તાલુકાના કણજા ગામે રહેતા મૂળ મહારાષ્ટ્રના હરેશભાઈ દેવશીભાઇ વાછાણી ઉ.વ. ૫૩ નામના પ્રૌઢે સને ૨૦૦૧ના વર્ષમા કણજાના સુદાભાઇ ચનાભાઇ ગરચરની બહેન સાથે પ્રેમસંબધ હોય અને ભાગીને કોર્ટ મેરેજથી લગ્ન કર્યા હતા અને બાદમા સાતેક મહીના બાદ છુટાછુડા થઇ ગયા હતા તે વાતનુ તેમજ હરેશભાઈ તેની ખેતીની જમીન પોતાના કુટુંબી ભાઇને વેચાતી આપવા માગતા હોય જે બાબતનુ મનદુખ ચાલતું હતું.
આ દરમિયાન ગઈકાલે બપોરે સુદાભાઇ ચનાભાઇ ગરચર, રાજન કમલેષભાઇ ગરચર, ભાવેશ કાનાભાઇ અને લુંભો રબારી નામનો શખ્સ હરેશભાઈના ઘરે જશે આવ્યા હતા અને હરેશભાઈ તેમજ ગીતાબેન પર કુહાડી, લાકડી વડે ખુની હુમલો કર્યો હતો. ગીતાબેનને ગંભીર અને હરેશભાઈને બંને પગમાં ફ્રેક્ચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયા હતા.
બંને ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે વંથલી પોલીસે હરેશભાઈની ફરિયાદ લઈ હુમલાખોરો સામે ખૂનની કોશિશ સહિતનો ગુનો નોંધી કાર્યવાહી કરી વધુ તપાસ પીએસઆઇ ડી. સી. માઢકે હાથ ધરી હતી.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
