News of Tuesday, 24th February 2026
જામજોધપુરના સમાણામાંથી બોગસ મેરેજ સર્ટિફિકેટ ઇસ્યુ થયાના પ્રકરણમાં એક બોગસ પેઢીનામુ બન્યાનું ખુલતા તપાસ

(ઝીલ વ્યાસ દ્વારા) જામજોધપુર તા. ૨૪: જામજોધપુરના સમાણામાં બોગસ મેરેજ સર્ટિફિકેટ બની ગયાની તપાસ હાલ ચાલી રહી છે ત્યાં જ વધુ એક બોગસ પેઢીનામુ બની ગયા નું સામે આવ્યું છે. આ મામલે તલાટી કમ મંત્રી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખીને પોતાના સહી સિક્કા નો દુરુપયોગ થયો હોવાનું જાહેર કર્યું છે. જેથી આ મામલે ભારે ચકચાર જાગી છે.
સમાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીના સહી સિક્કા સાથેનું એક મેરેજ સર્ટિફિકેટ તાજેતરમાં ઇસ્યુ થયું હતું, જે સર્ટીફીકેટ બોગસ હોવાનું જણાવીને યુવતીના વડોદરા માં રહેતા પિતાએ પોલીસ સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું. ત્યારે સમાણાં ગ્રામ પંચાયત ના તલાટી મંત્રીએ પોલીસ સમક્ષ આ સટિફિકેટ ગ્રામ પંચાયત કચેરીમાંથી ઈસ્યુ થયું નથી તેમ જણાવ્યું છે. ત્યારે આ સર્ટિફિકેટના પ્રકરણમાં શેઠ વડાળા પોલીસ તપાસ ચલાવી રહી છે, દરમિયાન વધુ એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.
મુળ સડોદરના અને હાલ પોરબંદર સાસરે જુબેદાબેન નૂર મહંમદ કે જેઓ હુસેનભાઇ જુમાભાઈ ચૌહાણના સીધી લીટી ના વારસદારો છે, ત્યારે સડોદર ગામની મીલકત તો ત્યાં અથવા જ્યાં રહેતા હોય ત્યાંજ પેઢીનામું બની શકે ત્યારે સમાણા ના તલાટી સિક્કા સાથે પેઢીનામુ તૈયાર કરાયું હતું. જેમાં સમાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ના સિક્કા કરેલા હોવાનું જણાવાયું હતું. ઉપરોક્ત પેઢીનામા તલાટીની બોગસ થયું હોવાની જાણકારી મળી રહી છે.
જામજોધપુરમાં રહેતા અને સમાણા ગામના તલાટી મંત્રી એ તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખીને પોતાના સરકારી સિક્કાનો ખોટી રીતે ઉપયોગ કરી બનાવટી સહી કરી દુરુપયોગ થયો છે, તેમ જણાવ્યું હતું. ગત ૩.૧.૨૦૨૬ ના રોજ લગ્ન રજીસ્ટર બાબતેની પ્રમાણપત્ર ની નકલ કે જે મેરેજ સર્ટિફિકેટ સમાણાં ગ્રામ પંચાયતમાં નોંધાયું ન હોવાનું જણાવ્યું છે, અને પોતાની સહિત તથા સિક્કાનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેવી લેખિત રજૂઆત કરી છે. હજુ આ પ્રકરણની તપાસ ચાલે છે, ત્યાં જ આ બીજું બોગસ પેઢીનામુ સામે આવતાં અનેક સવાલો ઊઠયા છે. પોલીસ દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવે, તેમ ચર્ચાઇ રહ્યું છે. ત્યારે નવાઈ ની વાતતો એ છે કે મહિનો જેવો સમય થયા તલાટી દ્વારા પોતાની વડી કચેરીએ પત્ર લખી તલાટી નાસહી સિક્કાનો મેરજ સર્ટી તેમજ બોગસ પેઢીનામા માં ને ઉપયોગ થવાનું લેખીત માં જણાવાય છે છતા નક્કર પગલા યોગ્ય તપાસ થતી નથી શેઠવડાળા પોલીસ માત્ર નિવેદન જ નોંધે છે જો તલાટી ના સહી સિક્કા તલાટીના નથી તો બીજા સીક્કા બનાવ્યા કોણે ત્યારે એક ચર્ચાતી વિગત મુજબ તલાટી ની જાણ બહાર આવું થયું હોય તેવું માન્યમાં આવતું નથી બોગસ મેરજ સર્ટીમાં પુવતીના પિતા દ્વારા તલાટીએ પૈસા લીધાના આક્ષેપ કર્યા છે સર્ટીશેઠવડાળા પોલીસ કુંડળી માં ગોળ ભાંગે એ પહેલા જીલ્લા કક્ષાએ તેમજ પ્રાંત કચેરીએથી યોગ્ય તપાસ ના આદેશ થાયતો હજુ વધુ ર્કોભાંડ બહાર આવવાની શકયતા છે ત્યારેસમાણા ના આ તમામ કોંભાડ નો માસ્ટ માઈન્ડ કોણ છે આ બધી કામની અરજીઓ કોના દ્વારા થઈ હતી તેમને આ સર્ટી બોગસ પેઢીનામા ના સહી સીકા વાળા સર્ટી કાગળો કોણે તૈયાર કર્યા જોશેઠવડાળા પોલીસ એફ . આઇ.આર. નોંધી યોગ્ય તપાસ કરે તો માસ્ટર માઇન્ડ સુધી પહોંચી શકાય ત્યારે શેઠવડાળાપોલીસની તપાસની ઢીલી નીતી ચર્ચાનો વિષય બની છે
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
