News of Tuesday, 24th February 2026
માવઠા બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી ગાયબઃ અસહ્ય ઉકળાટ ધીમે ધીમે ઉનાળાના આગમનના એંધાણ વર્તાયાઃ મિશ્ર હવામાન

રાજકોટ તા. ર૪ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અમુક વિસ્તારોમાં કાલે માવઠુ વરસ્યા બાદ આજે સવારથી ઠંડી ગાયબ થઇ ગઇ છે અને અસહ્ય ઉકાળાટ અનુભવાય રહ્યો છે. ધીમે - ધીમે ઉનાળાના આગમનના એંધાણ વર્તાઇ રહ્યા છે. અને મિશ્ર હવામાન અનુભવાય રહ્યું છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૦, મહત્તમ તાપમાન ૩ર, ભેજનું પ્રમાણ ૭૦ ટકા, પવનની ગતિ કિ. મી. રહી છે.
આટકોટ
(કરશન બામટા દ્વારા) આટકોટ :..
આટકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં વાતાવરણમાં પલટો આવ્યો હોય માવઠાની આગાહી હોય એને લઇ ખેડૂતોમાં ચિંતા ની લાગણી ફેલાઈ ગઈ હતી આકાશમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે ત્યારે ખેતરમાં તૈયાર પાક જીરું ધાણા ચણા ઘઉં પાક તૈયાર છે ખેતરમાં લેવા ની તૈયારી ઓ છે તેવા સમયે જ વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે ખેડૂતો ને ચોમાસુ માં પણ માંડવી કપાસ જેવા પાકની ભારે નુકસાની વેઠવી પડી હતી ત્યારે શિયાળા માં પણ માવઠું પડશે તો ખેડુતો ને પડ્યા પર પાટું જેવી સ્થિતિ થશે ત્રણ દિવસ વાતાવરણ માં પલ્ટો જોવા મળશે તેવી જાણવા મળ્યું છે ત્યારે ખેતરમાં તૈયાર પાક છે જે ખેતરમાં લેવા ની તૈયારી ચાલે છે હાલ માં હલર દ્વારા રાત દિવસ ટ્રેક્ટર મારફત ઘઉં ચણા પાક લેવાની તૈયારીઓ ચાલી રહી છે એવા જ સમયેઆકાશમાં કુદરતે કરવટ બદલી હતી.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
