<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

સાવરકુંડલા : સુરત આચાર્ય સંઘની ટીમ મારવાડી યુનિવર્સિટીની મુલાકાતે

 

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા., ર૪:  સુરત શહેર આચાર્ય સંઘ દ્વારા સુરતની અગ્રણી શાળાઓના આચાર્યો અને શાળા સંચાલકો મારવાડી યુનિવર્સિટી રાજકોટના સૌજન્‍યથી બે દિવસ શૈક્ષણિક યાત્રાએ ગયા.

સુરત શહેર આચાર્ય સંઘના પ્રમુખ કિશોરકુમાર નર્મદાશંકર જાનીના  માર્ગદર્શન હેઠળ જીગરભાઈ રતનદાયરાના સંયોજનથી ૩૪ જેટલા આચાર્યો અને શાળા સંચાલકોએ ૧૮૦૦૦ વિદ્યાર્થીઓ ધરાવતી મારવાડી યુનિવર્સિટીનું ભાવાવરણ માણવાનો સર્વોએ અહલાદક લહાવો મેળવ્‍યો.  શરૂઆત ર્લનિંગ એન્‍ડ ટ્રેનિંગ વિભાગના વડા ધનંજયભાઈના મોટીવેશનલ કાર્યક્રમની થઈ. શિક્ષકોમાં કોમ્‍યુનિકેશનનું મહત્‍વ, શ્રેષ્ઠ શૈક્ષણિક પાઠો કેમ આપવા અને શિક્ષકોના મોટીવેશનની વિદ્યાર્થીઓ પર થતી અસરની ચર્ચાઓ કરવામાં આવી. આચાર્યોએ ખૂબ ઉત્‍સાહથી બધી ઇવેન્‍ટમાં ભાગ લીધો હતો.

આ શૈક્ષણિક પ્રવાસમાં શાળા સંચાલક મંડળના મંત્રી શાંતિલાલ પટેલ, આચાર્ય સંઘના પ્રમુખ કિશોરકુમાર જાની, મહામંત્રી પ્રતાપસિંહ બારસડીયા,  મુકેશભાઈ પટેલ, ઉપપ્રમુખ વિમલભાઈ ચુડાસમા, ડો. નિલેશકુમાર જોશી, પિન્‍કીબેન માળી,  સુરેન્‍દ્રકુમાર વાડીલે, શાળા સંચાલક મંડળના અગ્રણી અને નિવળત્ત આચાર્ય નવીનભાઈ પટેલ, ઇશ્વરભાઇ પટેલ, સી.ડી. પટેલ, મિતેશભાઈ પારેખ, આચાર્ય સંઘના હોદ્દેદારો સુચિતાબેન સોલંકી,  ફુલચંદભાઈ પટેલ,  હિતેશભાઈ ભટ્ટ, ભરતભાઈ મકવાણા,  રાકેશભાઈ પટેલ,  દિનેશભાઈ પટેલ, પરેશભાઈ રોહિત,  સુનિલભાઈ જોશી,  વિમલભાઈ ભટ્ટ,  કિર્તીભાઈ ગાંધી,  દિવ્‍યાબેન કોસંબીયા, અનંતભાઈ નાયક  પારસભાઈ મોદી અને અગ્રણી સારસ્‍વતો જોડાયા હતા

(1:15 PM IST)