<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

પોરબંદરમાં પર્યટન પર્વઃ રાજભા ગઢવીના લોકડાયરાની જમાવટ

પોરબંદર : પર્યટન પર્વ - ૨૦૨૬ નિમિતે  ચોપાટી સ્‍થિત હાથી ગ્રાઉન્‍ડ ખાતે લોકસાહિત્‍યકાર રાજભા ગઢવી દ્વારા  લોકડાયરાની રજૂઆતમાં  આગવી શૈલીમાં દુહા, છંદ, લોકગીતો, દેશભક્‍તિ તથા હાસ્‍યરસની રજૂઆતથી દરિયાકાંઠાનું સમગ્ર વાતાવરણ લોકસંસ્‍કળતિના રંગે રંગાઈ ગયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં કલાકાર શ્રી અમિતભાઈ ઓડેદરાના ડાયરાથી થઈ હતી. ત્‍યારબાદ વિવિધ સાંસ્‍કળતિક કળતિઆમાં  ‘કલ્‍કી અવતાર'ની રજૂઆત, મંથન એજ્‍યુકેશન ઇન્‍સ્‍ટિટયૂટ દ્વારા પ્રસ્‍તુત ‘કળષ્‍ણ-સુદામા'ની સાંસ્‍કળતિક પ્રસ્‍તુતિએ તેમજ બાળકવિ દર્શીલ ગોરાણીયાની વિશેષ રજૂઆત ખાસ આકર્ષણનું કેન્‍દ્ર રહી હતી. ગુજરાત સરકારના રમતગમત, યુવક સેવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગ હેઠળની કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટીતંત્ર, પોરબંદરના સંયુક્‍ત ઉપક્રમે પર્યટન પર્વ -૨૦૨૬ અંતર્ગત આ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. અને આ કાર્યક્રમનું સંચાલન એનાઉન્‍સર શ્રીમતી પૂજાબેન રાજાએ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ  ડો. ચેતનાબેન તિવારી, ચીટનીશ ટુ કલેક્‍ટર એમ.ટી. ધનવાણી, યુવા વિકાસ અધિકારી  પરબતભાઈ હાથલિયા, જિલ્લા રમતગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા, અગ્રણી  લાખણશી ગોરાણીયાસહિત નગરજનો ઉપસ્‍થિત રહ્યા હતા.રાજભા ગઢવીના લોકડાયરાની તસ્‍વીરો. (તસ્‍વીરઃ પરેશ પારેખ-પોરબંદર) 

(12:14 PM IST)