<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

મોરબીમાં જતીન સોનીની કરપીણ હત્‍યાના વિરોધમાં જામનગરમાં વેપારીઓએ સ્‍વયંભૂ ધંધા-રોજગાર બંધ રાખીને વિરોધ નોંધાવ્‍યો

કલેક્‍ટર કેતન ઠક્કરને આવેદનપત્ર પાઠવીને આરોપી સામે કાર્યવાહી કરવાની માગણીઃ સોની સમાજમાં ભારે રોષ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૪: મોરબીમાં માત્ર હોર્ન મારવા જેવી સામાન્‍ય બાબતે સોની યુવાન જતીન સોનીની કરપીણ હત્‍યા કરવામાં આવી, જેના લીધે સોની સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે સવારથી જ જામનગરની મુખ્‍ય ચાંદી બજારના તમામ વેપારીઓએ સ્‍વયંભૂ ધંધા-રોજગાર બંધ રાખી પોતાનો વિરોધ નોંધાવ્‍યો હતો. અને કલેક્‍ટર કચેરીએ જઈ કલેક્‍ટર કેતન ઠક્કરને આવેદનપત્ર પાઠવી આરોપી સામે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે. (તસ્‍વીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

 

 

(12:17 PM IST)