News of Tuesday, 24th February 2026
પચ્છેગામમાં ગુરૂવારે પૂ.લાલબાપુની ઉપસ્થિતીમાં વ્યસનમુકિત અભિયાનઃ પ૪ ગામનો ધુવાડાબંધ જમણવાર
પૂ. રમેશભાઇ ઓઝા ‘પૂ. ભાઇશ્રી'ના વ્યાસાસને આયોજીત ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં ઉમટતો માનવ મહેરામણ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૪ :.. ભાવનગર જીલ્લાના વલ્લભીપુર તાલુકા પચ્છેગામ ખાતે તા. રર થી પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે.
શ્રી મુરલીધર દાદાની અસીમ કૃપાથી ત્રિવેણી મહોત્સવ ઉજવાય રહ્યો છે. જેમાં શ્રી મુરલીધર દાદા મંદિરમાં નિજ પ્રવેશોત્સવ શ્રીમદ્્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તથા પપ૧ કુંડી મહાવિષ્ણુ યજ્ઞનું આયોજન કરાયું છે.
આ ધાર્મિક મહોત્સ્વ નિમિતે તા. ર૬ ને ગુરૂવારના દિવસે ગાયત્રી આશ્રમ ગધેથડ થી પૂ. લાલબાપુ પધારશે અને પૂ. બાપુ તરફથી ભોજન પ્રસાદ રાખવામાં આવેલ છે.
વ્યસનમુકિત અભિયાનના ભાગરૂપે જે વ્યકિત તમાકુ છોડશે તેમને પપ૧ ગાયત્રી મંત્રનું પુણ્ય તેમજ દારૂનું વ્યસન છોડશે તેમને ૧૧૦૦ ગાયત્રી મંત્રનું પુણ્ય અર્પણ કરાશે અને તેમનો પરિવાર સુખી થાય તે હેતુથી આ અભિયાન રાખવામાં આવેલ છે. વિશેષમાં વલ્લભીપુર શહેર સહિતના તાલુકાના પ૪ ગામ ધુમાડા બંધ ભોજન પ્રસાદનું આયોજન કરાયુ છે. આ પાવનકારી ધાર્મિક મહોત્સવમાં સર્વે ધર્મપ્રેમી જનતાને ભોજન પ્રસાદ લેવા અર્થે કથા શ્રવણનો લાભ લેવા પૂ. લાલબાપુએ ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યું છે.
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
