<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

પડધરી પોલીસે વિદેશી દારૂ ભરેલ બોલેરો સાથે રાજકોટના પોપટ ઝાપડાને ઝડપી લીધો

બોલેરો અને દારૂ સહિત ૮.ર૧ લાખનો મુદામાલ કબ્‍જે તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સ (નીચે બેઠેલ) સાથે પડધરી પોલીસનો સ્‍ટાફ અને બોલેરો નજરે પડે છે.

રાજકોટ તા. ર૪ :.. પડધરી પોલીસે વિદેશી દારૂનો જથ્‍થો ભરેલ બોલેરો સાથે રાજકોટના શખ્‍સને ઝડપી લીધો હતો.

રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર એ પ્રોહિ-જૂગાર અંગે અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનવ્‍યે ના પો. અધિ. ગોંડલ વિભાગ કે. જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પડધરી પોલીસ સ્‍ટેશનના પો. ઇ. એસ. એન. પરમારનાઓની રાહબરી હેઠળ મળેલ ચોકકસ હકિકતના આધારે પડધરી પો. સ્‍ટે. વિસ્‍તારનાર રંગપર ગામે ન્‍યારી ડેમ પાસેથી બોલેરો પીક-અપ વાહનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્‍થાની હેરાફેરી કરતા (૧) પોપટ ધારાભાઇ ઝાપડા રહે. હાલ મનહરપુર-૧ મામાદેવ મંદિરની સામે જામનગર રોડ દ્વારકાધિશ પેટ્રોલ પંપ સાથે રાજકોટને વિદેશી દારૂની બોટલ નંગ ૮પર કિ. પ.૧૧ લાખ તથા બોલેરો અને મોબાઇલ મળી કુલ ૮.ર૧ લાખના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પડધરી પોલી સ્‍ટે. પો. સ. ઇ. જે. જે. વાળા, એ. એસ. આઇ. ભગીરથસિંહ માનસિંહ જાડેજા, રાજદીપસિંહ ભરતસિંહ જાડેજા, પો. હેડ કો. અનિરૂધ્‍ધસિંહ જયવંતસિંહ જાડેજા તુષારસિંહ અજીતસિંહ જાડેજા, પો. કો. અશોકભાઇ વિનુભાઇ ડાંગર, વસંતભાઇ ઓઘડભાઇ ભુંડીયા, અબાસભાઇ શબીરભાઇ ભારમલ તથા સાગરભાઇ જગદીશભાઇ ખટાણા સહિતનો સ્‍ટાફ જોડાયો હતો.

(12:28 PM IST)