News of Tuesday, 24th February 2026
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણા ની સિઝનની રેકોર્ડ બ્રેક સવા લાખ ગુણી આવક: જુઓ વિડીયો
મરચાની સિઝનની રેકોર્ડ બ્રેક 25000 ભારી આવક થતા યાર્ડ છલકાયું

( ભાવેશ ભોજાણી દ્વારા ) ગોંડલ : સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણા ની આવક શરૂ કરાતા જ વાહનોની કતારો લાગી હતી. યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગીર સોમનાથ, જૂનાગઢ પોરબંદર સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો ધાણા લઈને આવ્યા હતા. પુષ્કળ આવક સાથે સિઝનની રેકોર્ડ બ્રેક સવા લાખ ગુણી ધાણા ની આવક થઈ હતી. જેમાં ખેડૂતોને 20 કિગ્રા ના 1100 થી 2400 સુધીના ભાવ મળ્યા હતા. બીજી તરફ મરચાની પણ પુષ્કળ આવક થતા યાર્ડ ગોંડલીયા મરચાથી છલકાયું હતું. મરચાની સિઝનની રેકોર્ડ બ્રેક 25000 ભારી ની આવક થઈ હતી. જેમાં ખેડૂતોને 20 કિગ્રા ના 1500 થી લઈને 8000 સુધીના ભાવ મળ્યા હતા. હાલ બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણા અને મરચાની આવક બંધ કરવામાં આવી છે તેમ યાર્ડના સતાધીશોએ જણાવ્યું હતું.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
