<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન.

ફાઇનલમાં મેચ માસ્તર ઇલેવન અને વાંકાનેર વરીયર્સ ટીમ વચ્ચે યોજાયેલ જેમાં વાંકાનેર વરીયર્સ ફાઇનલ મેચ વિનર બનેલ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લાના શિક્ષકોમાં રહેલી એકતા, સહકાર અને ખેલદિલીની ભાવના ઉજાગર કરવાના શુભ આશયથી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોની ડે-ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજનકરાયું હતું 

 ઉદ્દઘાટન શુભારંભ કાર્યક્રમ તારીખ: ૨૧/૦૨/૨૦૨૬ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે હંસાબેન જે. પારેધી પ્રમુખ જિલ્લા પંચાયત મોરબી, ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ મોરબી, એન મહેતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી મોરબીના શુભહસ્તે કરવામાં આવેલ.
   આ શુભારંભમાં અતિથી વિશેષ તરીકે  કિરણબેન જયેશભાઈ રાઠોડ ઉપપ્રમુખ મોરબી તાલુકો પંચાયત, સુખાભાઈ ડાંગર નવા નાગડાવાસ, સુરેશભાઈ ડાંગર ઓનર મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ,  વિરમભાઈ દેસાઈ ઉપપ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, ઘનશ્યામભાઈ એસ. દેથરીયા પૂર્વ પ્રમુખ જિલ્લા પ્રાથમિક શિક્ષક મોરબી,  મણિલાલ વી. સરડવા પૂર્વ પ્રમુખ જિલ્લા પ્રાથમિક શિક્ષક મોરબી તથા તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, તમામ કેળવણી નિરીક્ષકઓ અને તમામ બે.આર.સી. કો. ઓર્ડિનેટરઓ ઉપસ્થિત રહેલ.
આ ડે-ક્રિકેટ ટુર્નામેન્ટમાં (૧) બેંગ બેંગ ઇલેવન ટંકારા (૨) વાંકાનેર વરીયર્સ (૩) સુપર ઇલેવન મોરબી (૪) માસ્તર ઇલેવન માળીયા (૫) બ્લેક બર્ડ ઇલેવન મોરબી (૬) હળવદ હરિકેન્સ એમ કુલ-૬ ટીમોએ ભાગ લીધેલ. જેની ફાઇનલમાં મેચ માસ્તર ઇલેવન અને વાંકાનેર વરીયર્સ ટીમ વચ્ચે યોજાયેલ. જેમાં વાંકાનેર વરીયર્સ ફાઇનલ મેચ વિનર બનેલ.
   આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મોરબી જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમના કેપ્ટન લલીતભાઈ ગોહેલ, પ્રશાંતભાઈ દલસાણીયા, મયંકભાઇ મેરજા, સાગરભાઇ વરસડા, તુષારભાઇ બોપલિયા, કોમેન્ટર તરીકે પ્રદીપભાઈ કુવાડીયા તથા કરશનભાઈ ખીમાણીયા તેમજ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારઓ તથા તાલુકા ઘટક સંઘના તમામ મહામંત્રીઓ અને પ્રમુખઓ દ્વારા જહેમત ઉઠાવેલ છે તેવું મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી પ્રફુલભાઇ એસ. નાયકપરા તેમજ પ્રમુખ દિનેશભાઈ આર. હુંબલની યાદીમાં જણાવેલ છે

(10:39 PM IST)