તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 25th February 2026
શનાળા રોડ પર ત્રીજા માળે ફસાયેલા મહિલાનું ફાયર ટીમે સફળ રેસ્ક્યુ કર્યું
સીડી સહિતના સાધનોની મદદથી મહિલાનું સફળ રેસ્ક્યુ કરી બચાવી લેવામાં સફળતા મળી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : શહેરના શનાળા રોડ પર એપાર્ટમેન્ટના ત્રીજા માળે બાલ્કનીમાં ફસાયેલા મહિલાનું મોરબી ફાયર ટીમે સફળ રેક્સ્યું કર્યું હતું અને મહિલાનો બચાવ કરવામાં આવ્યો હતો.
મોરબીના શનાળા રોડ પર વોડાફોન સ્ટોર સામેની શેરીમાં આવેલ આસ્થા A ના રહેવાસી નીતાબેન ભરતભાઈ જોશી (ઉ.વ.૫૨) નામના મહિલા બાલ્કનીમાં ફસાયા હતા અને મોરબી ફાયર ટીમને કોલ મળતા રાત્રીના ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી સીડી સહિતના સાધનોની મદદથી મહિલાનું સફળ રેસ્ક્યુ કરી બચાવી લેવામાં સફળતા મળી હતી.
(12:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
