News of Wednesday, 25th February 2026
મોરબી મહાનગરપાલિકાના ૧૩ વોર્ડની ૫૨ બેઠકોની અનામત યાદી, વોર્ડ રચના સહીત જાણો તમામ વિગતો.
શહેરના વોર્ડનું સીમાંકન, અનામત બેઠકોની ફાળવણી અંગે આખરી આદેશ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકાની ચુંટણી યોજાનાર છે ત્યારે રાજ્યના ચુંટણી આયોગ દ્વારા વર્ષ ૨૦૧૧ ની વસ્તી ગણતરીને ધ્યાને લઈને શહેરના વોર્ડનું સીમાંકન, અનામત બેઠકોની ફાળવણી અંગે આખરી આદેશ કરવામાં આવ્યો છે
મોરબી મહાનગરપાલિકાના ૧૩ વોર્ડની વર્ષ ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ કુલ વસ્તી ૨,૬૭,૭૨૪ છે અને વોર્ડ દીઠ સરેરાશ વસ્તી ૨૦,૫૯૪ નક્કી કરવામાં આવી છે અને ૧૩ વોર્ડની ૫૨ બેઠકો પર ચુંટણી યોજાશે.
મોરબી મહાનગરપાલિકાની કુલ ૫૨ માંથી ૨૬ બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવી છે અનામત બેઠકોમાં ૦૪ બેઠક અનુસુચિત જાતી માટે જેમાં ૦૨ બેઠકો અનુસુચિત જાતી સ્ત્રીઓ માટે અનામત રહેશે તેમજ પછાતવર્ગ (OBC) માટે ૧૪ બેઠકો ફાળવવામાં આવી છે જેમાંથી ૭ બેઠકો પછાતવર્ગ સ્ત્રીઓ માટે અનામત, કુલ સામાન્ય (બિન અનામત ) ૩૪ બેઠકોમાંથી ૧૭ બેઠક સામાન્ય સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવી છે.
મોરબીમાં વોર્ડની રચના અંગે માહિતી.
વોર્ડ નં. 1: નાની વાવડીના સર્વે નંબરો, કેનાલ આસપાસનો વિસ્તાર, શ્રીરામ પાર્ક, ભગવતીપરા અને નદી સુધીનો વિસ્તાર.
વોર્ડ નં. 2: મચ્છુ નદીથી અમરેલી, શંકરા આશ્રમ, મોરબી નવલખી રેલ્વે લાઈન, વીસી ફાટક, એમ.પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ, મોરબી રેલ્વે સ્ટેશન, આરકલી, લાયન્સનગર અને કુબેર નગર સુધીનો વિસ્તાર.
વોર્ડ નં. 3: મચ્છુ નદીથી કાલીન્દ્રી નદી, કડિયા બોર્ડીંગ, લાલબાગ સરકારી વસાહત, લાલબાગ સેવા સદન, ઉમા ટાઉનશીપ, P.G.V.C.L. ની કચેરી અને મચ્છુ નદી કાંઠા સુધીનો વિસ્તાર.
વોર્ડ નં. 4: મહેન્દ્રનગર, કાલીન્દ્રી નદી આસપાસનો વિસ્તાર, મોરબી ઘૂટું રોડ, ત્રાજપર ચોકડી રોડ સુધીનો વિસ્તાર.
વોર્ડ નં. 5: મચ્છુ નદીથી L.E. COLLAGE હોસ્ટેલ, નટરાજ ફાટક, તાલુકા પોલીસ સ્ટેશન, મહારાણા પ્રતાપ સર્કલ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, જિલ્લા સેવા સદન, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી અને મયુર પુલ સુધીનો વિસ્તાર.
વોર્ડ નં. 6: શક્તિ ચોકથી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, ન્યાયાધીશ આવાસ, મણી મંદિર, દરબાર ગઢ, મચ્છુ બારી, રામઘાટ રોડ, માતૃ મંદિર પ્રાથમિક શાળા, ગંધીયા બજાર, નેહરુ ગેટ અને બુઢાવાળી લાઈન સુધીનો વિસ્તાર.
વોર્ડ નં. 7: માધાપર, નવી રેલ્વે કોલોની, વીસી હાઈસ્કૂલ, જુનું આયુર્વેદિક દવાખાનું, ટાઉન હોલ, મહાનગરપાલિકા કચેરી, શનાળારોડ, રામચોક, લાતી પ્લોટ મેઈન રોડ, મહેન્દ્રપરા મેઇન રોડથી અયોધ્યા પૂરી રોડ સુધીનો વિસ્તાર.
વોર્ડ નં. 8: પંચાસર રોડ, ભારત પરા, લાતી પ્લોટ, શનાળા રોડ, યદુનંદન ચેમ્બર્સ, સુભાષચંદ્ર બોઝ પ્રતીમા ચોક, નવાબસ સ્ટેન્ડ અને સરદાર પટેલ સ્ટેચ્યુ સુધીનો વિસ્તાર.
વોર્ડ નં. 9: સર્વે નં. 864 થી 1270, 1141, 951 અને 892 આસપાસનો વિસ્તાર.
વોર્ડ નં. 10: માધાપર સર્વે નંબરના વિસ્તારો, વોકળો અને તળાવ આસપાસનો વિસ્તાર.
વોર્ડ નં. 11: રવાપર અને લીલાપરના સર્વે નંબર ધરાવતો વિસ્તાર, મચ્છુ નદી આસપાસનો પટ્ટો.
વોર્ડ નં. 12: શનાળા રોડ, સરદાર બાગ, રવાપર મેઇન રોડ, કાલિકા પ્લોટ, કબીર ટેકરી વિસ્તાર અને કેનાલ રોડ આસપાસનો વિસ્તાર.
વોર્ડ નં. 13: માધાપર, સાયન્ટીફિક વાડી, શિવ સોસાયટી, વજેપર વિસ્તાર, મતવાવાસ, રબારી વાસ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, વાઘપરા વિસ્તાર, સદભાવના હોસ્પિટલ, બોય્ઝ હાઈસ્કૂલ, વસંત પ્લોટ, ગાંધી ચોક, ભોઈવાડો અને સ્મશાન સુધીનો વિસ્તાર.
(12:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
